મોરબી : પાલિકા કર્મચારીઓએ પડતર પ્રશ્નો અંગે જિલ્લા ભાજપ પ્રમુખને આવેદન આપ્યું

મોરબી : ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા સાતમા પગારપંચ, કોમન ફેડર અને રોજમદારોને કાયમી કરવા સહિતની વિવિધ માંગણી મુદ્દે મોરબી સહિતની રાજ્યની તમામ નગર પાલિકાના કર્મચારીઓ લાંબા સમયથી આંદોલન ચલાવી રહ્યા છે. ત્યારે ગઈ કાલે મોરબી આવેલા ભાજપના પ્રદેશ કક્ષાના આગેવાન ભરત પંડ્યાને ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મહામંડળ વતી મોરબી નગર પાલિકા કર્મચારી યુનિયનના આગેવાનોએ ભરત પંડ્યાને આવેદન પત્ર આપ્યા બાદ આજે આ મુદ્દે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રાઘવજીભાઈ ગડારાને તેમની માંગણી પુરી કરવા રજૂઆત કરી આવેદન આપ્યું હતું. આ મુદ્દે પાલિકાના કર્મચારીઓના પડતર પ્રશ્નો અને તેમની માંગણીઓ બાબતે યોગ્ય જગ્યા સરકારમાં રજૂઆત કરવાની રાઘવજીભાઈ ગડારાએ ખાતરી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર સાથે પાલિકાના કર્મચારીઓની મંત્રણા અગાવ ભાગી પડી હતી. અને ત્રણ દિવસની હડતાલ બાદ પણ સરકાર તરફથી કોઈ યોગ્ય જવાબ ન મળતા ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મહામંડળએ આગામી 1લી જુલાઈથી અચોક્કસ મુદતની હડતાલ પર જવાનું વિચારી રહી છે.