અષાઢી બીજ : માટેલ મંદિરે મંગળા આરતી બાદ બાવન ગજની ધજા ચડાવવામાં આવી

ગુજરાતભર માંથી હજારો માઈ ભક્તો ખોડીયાર માતાના દરબારમાં પહોંચી દર્શન તથા પૂજા અર્ચના સાથે માંની આરાધના કરી

મોરબી : માં ખોડલ ના જયાં સાક્ષાત બેસણા છે તેવા વાંકાનેર તાલુકાના માટેલ ગામે આવેલ સુપ્રસિધ્ધ ખોડીયાર માતાજીના મંદિરે અષાઢી બીજ ના દિવસે અનોખો માહોલ જોવા મળ્યો હતો. આજ ના દિવસે મોરબી જીલ્લા માંથી જ નહિ પરંતુ સમગ્ર ગુજરાતમાંથી માઈ ભક્તો દંડવત પ્રણામ, પગપાળા કે વાહન દ્વારા ખોડીયાર માતા ના દરબાર માં પહોંચી દર્શન તથા પૂજા અર્ચના અને માં ની આરાધના કરી પોતાની મનોકામના પૂર્ણ થવાની પ્રાર્થના કરે છે.
ખોડીયાર ધામ માટેલના મહંત રણછોડદાસભાઈ દૂધરેજિયાએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અષાઢી બીજે એટલે માં ખોડલ નો અવતરણ નો દિવસ હોય માં ભક્તો આ દિવસે આ દિવસે પુરા હર્ષોલ્લાસ થી ઉજવતા હોય છે.માટેલ ધામમાં માં ખોડિયાર ની સાક્ષાત અનુભૂતિ થતી હોય અષાઢી બીજ ના દિવસે મંગળા આરતી બાદ બાવન ગજ ની ધજા ચડાવવામાં આવે છે સાથોસાથ ઉપસ્થિત હજારો ની સંખ્યા માં ઉમટેલા ભક્તો માટે મહાપ્રસાદ નું પણ આયોજન કરવામાં આવે છે માટેલ મંદિર ના મહંત રણછોડદાસ દુધરેજીયા ના જણાવ્યા અનુસાર આજે અષાઢીબીજ નિમિતે વહેલી સવારના પાંચ વાગ્યે મંગલ આરતી થાય છે પછી માતાજીને ધજાઓ ચડાવવામાં આવે છે તથા રાજકોટ મિત્ર મંડળ તરફથી માતાજીને બાવન ગજ ની ધજા ચડાવવામાં આવે છે દરવર્ષે એ લોકો દ્વારા ત્રણ દિવસ માતાજી ની સેવા કરવા આવે છે યાત્રિકોને જમાડે છે તેમજ મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવે છે મંદિરમાં 140 ગાયો છે જે ગાયો નું નીરણ તથા ખાણ ખોર બધું રાજકોટ મિત્રમંડળ દ્વારા આપવામાં આવે છે.
ખોડીયાર માતાજીના આ ધામમાં દર પૂનમે ભાવિકો ગુજરાતના ખૂણે ખૂણે થી દર્શન કરવા આવે છે તેમાં પણ અષાઢી બીજ ના દિવસે ભાવિકો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે અમુક ભક્તો છેલ્લા ઘણા વર્ષોથી નિયમિત બીજના દર્શન કરવા આવે છે અને તેમને અપાર શ્રધ્ધા છે કે ખોડીયાર માતાજી તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે અને ધારેલું કામ પૂર્ણ થાય. છે. ખોડીયાર માતાજીના મંદિરે દર્શન કરવાની સાથે મંદિરની બાજુમાં આવેલો માતાજીનો ધરો (તળાવ)ના દર્શન નો અનેરો મહિમા છે. આ ધરામાં માતાજીનું સોનાનું મંદિર હોવાની માન્યતા છે. દુર – દુર થી આવતા ભાવિકો માતાજીના મંદિરમાં દર્શન કરવાની સાથે આ માટેલીયા ધરાના દર્શન કરવાનું પણ ચુકતા નથી.