ઉદ્યોગ કમિશનર સાથે મોરબીના ઉધોગકારોની મિટિંગ : પ્રશ્નો ઉકેલાશે ?

- text


મોરબી : મોરબીના વિવિધ ઉધોગને પડતી મુશ્કેલી અંગે ઉધોગ કમીશનર સાથે સિરામિક હોલમાં મીટીંગ યોજાયી હતી. આ મીટીંગમાં મીઠા ઉધોગ,ધડીયાળ ઉધોગ,જમીન-મકાન,ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.મીટીંગ દરમિયાન ઉધોગોને લગતા પ્રશ્નો,મોરબીમાં નવા ઇન્વેસ્ટમેન્ટ સમયે જમીન સિવાયમાં રાજ્ય સરકાર ૧૦ વર્ષમાં ૭૦% રકમ પરત આપે તેવી સ્કીમ હતી પરંતુ હવે જીએસટી આવવાથી આ સ્કીમમાં હવે શું ફેરફાર થશે, નવલખી પોર્ટનો વિકાસ કરી પોર્ટ પર કન્ટેનરનું હેન્ડલિંગ ચાલુ કરવામાં આવે જેથી કરીને મોરબી ઉધોગને ફાયદો થાય અને એન્ટી ડમ્પિંગ ડ્યુટી અને વેટ માફી યોજના વિશે ઉધોગ કમિશનર સુશ્રી મમતા વર્મા સાથે ચર્ચા કરવામાં આવી.તેમજ મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ નીલેશભાઈ જેતપરિયા અને કે.જી.કુંડારિયાએ જણાવ્યું હતું કે ઉધોગ કમિશનર મમતા વર્માએ મોરબી ઉધોગના પ્રશ્નોના હકારાત્મક નિર્ણય લેવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું હતું. જોકે સામાન્ય રીતે સરકારના વિવિધ વિભાગો દ્વારા તેમના કાર્યક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો અને સંસ્થાના પ્રશ્નો હાલ કરવાની જવાબદારી હોય છે. અને માટે જેતે લોકો અને સંસ્થાઓ સાથે સરકારના અધિકારીઓને મળીને તેમના પ્રશ્નો સાંભળી તેમના નિરાકરણ લાવવા માટે મિટિંગો યોજાતી હોય છે. પણ આવી મિટિંગો મોટાભાગે કાગળ પર અને વાસ્તવિકતાથી અલગ હોય છે. ત્યારે આ મિટિંગમાં થયેલી ચર્ચા અને ઉદ્યોગકારો દ્વારા રજુ કરાયેલા પ્રશ્નોનો હલ થાય છે કે પછી રાબેતા મુજબ આ મિટિંગ માત્ર મિટિંગ જ રહે છે તે જોવાનું રહ્યું.

- text