પાસ કન્વીનર પંકજ પટેલના મૃત્યુ કેસની એક સપ્તાહમાં ન્યાયિક તપાસ ન થાય તો આંદોલનની ચીમકી

- text


મોરબી જિલ્લા પાસ સમિતિ અને કોંગ્રેસના આગેવાનોએ કલેકટર આવેદન આપી અલ્ટીમેટમ આપ્યું

મોરબી : હળવદ તાલુકા પંચાયતના સદસ્ય અને હળવદ પાસ સમિતિના કન્વીનર તેમેજ હળવદ પંથકમાં ખનીજ અને રેતી માફિયાઓ સામે લડત ચલાવનાર પંકજ પટેલનું ગત તારીખ 24/4/17ના રોજ શંકાસ્પદ અકસ્માતમાં મોત નીપજ્યું હતું. પંકજ પટેલના મુત્યુ કેસમાં પાસ સમિતિ અને હાર્દિક પટેલે આ અકસ્માત રાજકીય ષડયંત્ર હેઠળ કરવામાં આવ્યા હોવાનું અને આ અકસ્માત નહીં હત્યાનો બનાવ હોવાના આક્ષેપ કરી આ બનાવની તટસ્થ તપાસની માંગ કરી હતી. આ બાબતે પાસ સમિતિ દ્વારા અનેક વખત રાજુઆતો કરવા છતાં હજુ સુધી આ બનાવની કોઈ તપાસ ન થતા આજે મોરબી જિલ્લા પાસ સમિતિ અને કોંગ્રેસના આગેવાનો દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને આવેદન આપી પંકજ પટેલ મૃત્યુ કેસની જો આગામી એક સપ્તાહમાં તટસ્થ તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. કલેકટરને રજુઆત કરવા સમયે મોરબી જિલ્લા પાસ સમિતિ ના કન્વીનર મનોજ પનારા, સંજય અલગારી, ભાવેશ વસયાણી, કેતન વસયાણી, રવિ કાલરીયા, નિલેશ એરવાડિયા સહિત ટંકારા, હળવદ પાસ સમિતિના આગેવાનો અને કોંગ્રેસના બ્રિજેશ મેરજા, કિશોર ચીખલીયા, મુકેશ ગામી સહિત 150થી વધુ આગેવાનો હાજર રહ્યા હતા. અને જરૂર પડ્યે આ બાબતે મૃતક પંકજ પટેલના પરિવારજનો વડાપ્રધાન મોદીની રજુઆત કરવા મળવાની જાહેરાત કરવામાં આવી હતી

- text

- text