એઈમ્સ અને નીટની પરીક્ષામાં રાષ્ટ્રીય સ્તરે મોરબીની નાલંદા વિદ્યાલયનો છાત્ર ઝળક્યો

- text


મોરબીની નાલંદા વિધાલયના છાત્ર રાજ રમેશભાઈ ભોજાણીએ રાષ્ટ્રીય સ્તરે લેવાતી એઈમ્સની પરીક્ષામાં ૮૩૧ ક્રમ પ્રાપ્ત કર્યો છે. તેમજ નીટની પરીક્ષામાં ૬૨૨ ગુણ પ્રાપ્ત કરી રાષ્ટ્રીય સ્તરે જ્વલંત સિદ્ધી હાંસલ કરી છે.

રાજ પોતાની આ સિદ્ધી અંગે મોરબી અપડેટને કહે છે કે, આ પરીક્ષા માટે ખુબ ચીવટપૂર્વક તૈયારી કરી હતી. જેમાં નાલંદા વિદ્યાલયના શિક્ષકો અને ટ્રસ્ટીઓનું સતત માર્ગદર્શન મળતું રહ્યું હતું. તે પોતાની સફળતાનો શ્રેય માતા પિતા, નાના અને નાલંદા પરિવારને આપે છે. આગળ તેને એઈમ્સમાં કાઉન્સીલીંગ માટે દિલ્હી જવાનું નક્કી થયું છે. રાજે સંપૂર્ણ સ્કુલ તરફથી મળતું જ્ઞાન અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ આ જ્વલંત સિદ્ધી મેળવી છે. તેણે કોઈ પણ પ્રકારનું એક્સ્ટ્રા કોચિંગ લીધું નથી. રાજ ભોજાણી વધુમાં કહે છે કે ધો.૧૨ સાયન્સમાં સફળતા મેળવવા માટે આત્મ વિશ્વાસ કેળવવો પડે અને સાથે ધગસ અને સખત મહેનત કરવી પડે તેમજ વિદ્યાર્થીઓને બે વર્ષ માટે મોબાઈલ મોટરસાયકલ, ટીવી જેવી વૈભવી સુખ સગવડોનો ત્યાગ કરી શકે તે જ વિદ્યાર્થી આ સફળતા મેળવી શકે છે.

- text

- text