માળીયા મી. : બે જુદા જુદા અકસ્માતમાં બેના મોત

પીપળીયા ચાર રસ્તા પાસે અકસ્માતમાં એકનું મોત

માળિયા મી. : પીપળીયા ચાર રસ્તા પાસેથી ગત રાત્રીના પોતાના મોટરસાયકલ નં જીજે ૦૩ સીડી ૧૪૬૮ લઈને સંદીપ મહાજન (ઉ.વ.૪૦) નામનો યુવાન પોતાના ઘરે પરત ફરતો હતો ત્યારે અજાણ્યા ટ્રકના ચાલકે તેને ઠોકર કરી હતી જે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું મોત નીપજ્યું હતું. જયારે અકસ્માત બાદ ટ્રક લઈને ટ્રક ચાલક નાસી ગયો હતો. બનાવ અંગે મૃતકની પત્ની લત્તાબેન મહાજને માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મૃતક યુવાનને સંતાનમાં બે પુત્રો હોવાની માહિતી મળી છે અને બે પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. માળિયા પોલીસે અજાણ્યા ટ્રકના ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

માળીયા નજીક હાઈવે પર અકસ્માતમાં એકનું મોત

માળિયા નજીક હાઈવે પર ગત રાત્રીના સમયે ટ્રક નં જીજે ૧૨ બી.પી. ૦૫૯૬ બંધ હાલતમાં રોડ સાઈડમાં પડ્યો હતો ત્યારે ત્યાંથી પસાર થતી બોલેરો પીકઅપ કાર નં જીજે ૧૨ એવાય ૩૬૭૨ બોલેરો કાર બંધ ટ્રક પાછળ ઘુસી ગઈ હતી. જે અકસ્માતમાં અકબર કટિયા (ઉ.વ.૩૫) રહે. મોરબી ઇન્દિરાનગર વાળાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જયારે બોલેરો કારમાં સવાર અન્ય એકને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. માળિયા પોલીસે અકસ્માતના બનાવની નોંધ વધુ તપાસ ચલાવી છે.