હળવદના દેવડીયા ગામે અકસ્માત : પિતા પુત્રના મોત

- text


હળવદ તાલુકાના જુના દેવડીયા ગામે રહેતા પ્રવીણભાઈ રામજીભાઈ કોળી (ઉ.40) કાલે સાંજે કામ અર્થે પુત્ર અને તેના મિત્ર સાથે બાઇકમાં જતા હતા. તે દરમ્યાન પુરપાટ ઝડપે આવતી ઇકો કાર નં. G J 13 AB 2850 નો ચાલક બાઇકને ઠોકર મારતા ઘટના સ્થળે જ પ્રવીણભાઈ મૃત્યુ પામ્યા હતા. જયારે પુત્ર રાહુલ પ્રવીણભાઈ (ઉ.18) અને પિન્ટુ પ્રવીણભાઈ ભીમાણી (ઉ.18)ને ગંભીર ઇજા થતા સારવાર અર્થે સુરેન્દ્રનગર ખસેડ્યા હતા. પરંતુ રાહુલનું સારવાર દરમિયાન જ મુત્યુ નીપજ્યું હતું. અને પિન્ટુને વધુ સારવાર માટે સુરેન્દ્રનગરથી અમદાવાદ લઇ ગયા હતા. આ બનાવની જાણ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text