હળવદ નગરપાલીકા વિસ્તારના સેવાસેતુ કાર્યક્રમમાં ૧૯૩૫ પ્રશ્નોનો હકારત્મક ઉકેલ

- text


હળવદ : રાજ્ય સરકાર પારદર્શક, સવેદનશીલ વહિવટી તંત્રને વેગ વંતુ બનાવી લોકોના વ્યક્તિગત પ્રશ્નોનો અધિકારીઓની ઉપસ્થિતિમાં સ્થળ ઉપરજ જડપી નિરાકરણ આવે તેવા હેતુ સાથે રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ કરેલ છે જે અંતર્ગત મોરબી જિલ્લાના હળવદ નગરપાલીકા વિસ્તારનો સેવાસેતુ કાર્યક્રમ ગ્રામ વિકાસ અને પંચાયત મંત્રીશ્રી જયંતીભાઇ કવાડીયાની ઉપસ્થિતિમાં આજરોજ હળવદ ખાતે યોજાયો હતો.

- text

આ તકે મંત્રીશ્રીએ ઉપસ્થિત અરજદારશ્રીઓને તેમના પ્રશ્નો માટે જુદી-જુદી જગ્યાઓએ ધક્કા ન ખાવા પડે તેમજ પ્રશ્નો નો સ્થળ ઉપરજ જડપી ઉકેલ આવે તે માટે આ કાર્યક્રમ થકી રાજ્ય સરકાર પ્રયત્ન શીલ છે. તેમ તેમણે ઉપસ્થિત અરજદારોને જણાવ્યું હતું. મંત્રીશ્રીએ સરકારની ઉજ્જવલા યોજના હેઠળ ગેસ-કિટ તથા વિવિધ પ્રમાણપત્રો સ્થળ ઉપર લાભાર્થીઓને અર્પણ કર્યા હતા. સેવાસેતુના આ કાર્યક્રમમાં ૧૯૩૫ પ્રશ્નોનો સ્થ્ળ ઉપર હકારાત્મક ઉકેલ લવાયો હતો આજના આ સેવાસેતુ કાર્યક્રમમાં અધારકાર્ડ, રેશનકાર્ડ, આવકનો દાખલો, માંકાર્ડ, ચુંટણીકાર્ડ,કુવરબાઈનુ મામેરૂ યોજના, નરેગાકાર્ડ, પ્રધાનમંત્રી આવાશ યોજના,જન્મ મરણના પ્રમાણપત્રો,વૃધ્ધ પેનશન યોજના સહિતના વગેરે ના વ્યક્તિગત પ્રશ્નોનો રજુ થયા હતા વિવિધ કચેરીઓને લગતા આ કાર્યક્રમમાં નગરપાલીકા પ્રમુખ રણછોડભાઇ દલવાડી, શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, ચીફ ઓફિસર સાગર રાડિયા, મામલતદાર જી.બી.પટેલ, વી.એમ. સોનગ્રા,તેમજ તેમજ જુદી-જુદી કચેરીના સબંધિત અધિકારીશ્રીઓ તથા ગ્રામ વિકાસ મંત્રીશ્રીના અંગત મદદનીશશ્રી નિકુંજભાઇ ઉપસ્થિત રહ્યા હતા.

- text