રવાપર : નવા બની રહેલા એપાર્ટમેન્ટની દીવાલ પડતા માસુમ બાળકનું મોત

- text


પુત્રને બચવા જતા પિતાને પણ ગંભીર ઇજા પોહચી

મોરબી : રવાપર ગામથી આગળ ક્રિષ્ના સ્કૂલની પાછળ નવા બની રહેલા એપાર્ટમેન્ટની કાચી દિવાલ ધરાઈ થતા મજુર પરિવારના પિતા પુત્ર દીવાલ નીચે દટાઈ જતા મજુર પરિવારના દોઢ વર્ષના માસુમ બાળકનું કરું મૃત્યુ નિપજયું હતું. જયારે પિતાને ગંભીર ઇજા થતા સારવારમાં ખસેડવામાં આવ્યા છે.
ક્રિષ્ના સ્કૂલની પાછળ બની રહેલા નવા એપાર્ટમેન્ટમાં ભીલ પરિવારના સભ્યો કામ કરી રહ્યા હતા. ત્યારે અચાનક જ એપાર્ટમેન્ટની કાચી દીવાલ ધરાશાયી થતા ભીલ પરિવારના દોઢ વર્ષના પુત્ર રીન્કુ અને તેના પિતા વિનોદભાઈ ભીલ દીવાલ નીચે દબાઈ ગયા હતા. જેમાં દોઢ વર્ષના રીન્કુનું કરું મૃત્યુ નીપજ્યું હતું. જયારે પિતા વિનોદભાઈને ગંભીર હાલતમાં ખાનગી દવાખાને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ બનાવની નોંધ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

 

- text