મોરબી : અષાઢીબીજ રથયાત્રામાં રેન્જ આઈજી સહિત ૧૩૦ પોલીસ જવાનો બંદોબસ્ત : ફલેગ માર્ચ યોજાઈ

મોરબીમાં ભરવાડ રબારી સમાજ દ્વારા અષાઢી બીજના પાવન અવસરે મચ્છુ માતાની ભવ્ય રથયાત્રા કાઢવાનું આયોજન કરાયું છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી બીજી આ રથયાત્રા હોવાથી કોઈ અનીચ્છનીય બનાવ ન બને તે માટે રેન્જ આઈજીનો મુકામ રહેશે. ઉપરાંત એસ.પી., ડી.વાય.એસ.પી., પી.આઈ, પાંચ પી.એસ.આઈ અને ૧૩૦ પોલીસ જવાનો તથા એસઆરપી સહિતનો બંદોબસ્ત તૈનાત કરાશે. આજે મોરબી એ.ડીવીઝન પી.આઈ. આડોદરા સાહેબ સહિતના સ્ટાફ દ્વારા રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.