માળીયા મિયાણા : ઓબીસી એકતા મંચ અને ઠાકોર સેના દ્વારા મામલતદારને આવેદન

- text


માળીયા મિયાણા : ખેડૂતોનું દેવું માફ કરવા બાબતે માળીયા મિયાણા ઓબીસી એકતા મંચ અને ઠાકોર સેના દ્વારા મામલતદારને આવેદન પત્ર આપી જણાવ્યું હતું કે, ગુજરાતના ખેડૂતોને ગામે ગામે ખેતરમાં સિંચાઇ માટે પૂરતું પાણી અને વીજળી મળતી નથી. ઉપરાંત પાકના યોગ્ય ભાવ મળતા નથી. વારંવાર પાક નિષ્ફળ જાય છે. આમ, અનેક સમસ્યાઓનો ખેડૂતો સામનો કરી રહ્યા છે. જેના માટે સરકારની નીતિ જવાબદાર છે. તેમ છતાં સરકાર દ્વારા કોઈ જ પ્રકારનું વળતર ચૂકવવામાં આવતું નથી. જેમ મહારાષ્ટ્ર અને ઉતરપ્રદેશના ખેડૂતો માટે દેવું માફ કરવામાં આવ્યું છે તેવી રીતે ગુજરાતનાં ખેડૂતો દ્વારા સરકારને દેવું માફ કરવા માટે વિનંતી કરવામાં આવી છે. તેમજ ૫ એકરથી ઓછી જમીન ધરાવતા ખેડૂત મિત્રોનું સંપૂર્ણ દેવું માફ કરવું, ૫ એકરથી વધુ ઓછી જમીન ધરાવતા ખેડૂત મિત્રોનું ૧ લાખ સુધીનું દેવું માફ કરવું, સિંચાઇ માટે તમામ ખેતરો સુધી વિનામૂલ્યે પાણી પહોચાડવાની વ્યવસ્થા કરવી, સજીવન ખેતી માટે સરકાર દ્વારા મફત ખાતર વિતરણ કરવામાં આવે, કામી કૃષિ નીતિ જાહેર કરી તેનું અમલીકરણ, ટેકાના ભાવ નક્કી કરવા માટે સરકાર દ્વારા કાયમી કમીટીની રચના કરી તેમાં ખેડૂતોને પ્રતિનિધિત્વ આપવામાં આવે વગેરે માંગણી કરવામાં આવી છે. જો ૭ જુલાઇ સુધી દેવું માફ કરવામાં નહી આવે તો ૮ જુલાઈથી ખેડૂતો શ્રી અલ્પેશ ઠાકોરની આગેવાની હેઠળ ભૂખ હડતાલ ઉતરશે. આમ દુર્દશા ભોગવતા ખેડૂતોને ઋણમુકત ઉત્થાન માટે યોગ્ય પગલાં લેવાની વિનંતી ઓબીસી મંચ અને ઠાકોર સેના દ્વારા કરવામાં આવી છે.

 

- text