માળિયા મી. : મહેન્દ્રગઢ ગ્રામ પંચાયત દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રમજાન ઈદની જાહેર રજા અંગે જરૂરી સ્પષ્ટતા કરવાની માંગ

માળિયા મી. : મહેન્દ્રગઢ ગ્રામ પંચાયત દ્વારા રમજાન ઈદની જાહેર રજાની સ્પષ્ટતા માટે મુખ્યમંત્રીને અરજી કરતા જણાવાયું છે કે, ઇસ્લામ ધર્મનો પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે. માસને અંતે જે દિવસે સાંજે ચંદ્રદર્શન થાય તેના બીજા દિવસે રમજાન ઈદની ઉજવી શકાય છે. આમ રમજાન ઈદ સંપૂર્ણપણે ચંદ્રદર્શનની કુદરતી ઘટના આધારિત હોવાથી અગાઉ જાહેર કરાયેલ રજા અનુસાર ખરેખર ઈદ થતી નથી. જેથી વિવિધ મુસ્લિમ કર્મચારીઓ, વિદ્યાર્થીઓ વગેરેને મુશ્કેલી ઊભી ન થાય. ઉપરાંત તે દિવસે વિવિધ જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાઓ વગેરે ગોઠવાયેલ હોય છે. આથી રજાઓ મૂકવી પડે છે. તેથી મહેન્દ્રગઢના સરપંચ મુમતાજ ભોરિયાએ પ્રજાવત્સલ મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે, રમજાન ઈદ જે દિવસે ઉજવાય તે દિવસે મુસ્લીમ કર્મચારી અને વિવિધ શાળાના વિદ્યાર્થીઓને ઈદની ઉજવણી તે દિવસે કરવાની હોય આ બાબતે સરકારી, ખાનગી અને અનુદાનિત ક્ષેત્રોમાં ખાસ રજા આપવવામાં આવે અને જે-તે વિભાગોમાં આગામી રમજાન ઈદ પહેલા પરિપત્રથી સ્પષ્ટતા કરવામાં આવે. એવું મહેન્દ્રગઢ ગ્રામ પંચાયત દ્વારા જણાવવામાં આવ્યું છે.