હળવદ : સામુહિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફનો ત્રણ મહિનાથી પગાર ન ચૂકવાતા રજૂઆત

- text


હળવદ : સીએચસી હળવદનો ત્રણ માસથી પગાર ન ચૂકવાતા તમામ સ્ટાફએ રાજ્યકક્ષાનાં મંત્રી શ્રી જયંતીભાઈ કવાડિયાને રજૂઆત કરી જણાવ્યું છે કે, સીએચસી હળવદનો નવો જિલ્લો મોરબીમાં સમાવેશ કરવામાં આવ્યો હોય અને જિલ્લા ક્ષય કેન્દ્ર મોરબીનો નવો બ્લોક બનતા તેમાં અહીના સીએચસીનો સમાવેશ કરવામાં આવ્યો છે. સરકારશ્રીની સુચના અને હુકમ હોવા છતાં આજ દિન સુધી હમણાં ચાર મહિના પણ પૂરા થવા આવતા પગાર ચૂકવવાનું કઈ નક્કી નથી. આ અંગે ઉપરી અધિકારી અને ટ્રેજડી ઓફિસરને પૂછતા કોઈ ચોક્કસ કારણ કે જવાબ મળતા નથી. આથી સીએચસી હળવદનાં તમામ સ્ટાફનો પગાર જલ્દીથી થાય તે માટે સામુહિક આરોગ્ય કેન્દ્રએ મંત્રીશ્રીને વિનંતી સહ મદદ કરવાની અપીલ કરી છે.

- text

- text