મોરબી-વાંકાનેર વિસ્તારમાં બાંધકામ પરવાનગી સહિતની કાર્યવાહી ઓનલાઈન કરવા મવડાનું ખાસ પોર્ટલ બનાવાશે

- text


મોરબી-વાંકાનેર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી એટલે કે મવડા ટૂંકસમયમાં જ ઓનલાઈન થવા જઈ રહ્યું છે. જેથી આગામી દિવસમાં મોરબી જિલ્લાનાં પ્રજાજનોને રાજકોટ રૂડાની જેમ ઓનલાઈન મંજુરી મળતી થશે.

- text

મોરબી અપડેટને પ્રાપ્ત વિગતો મુજબ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મોટા ભાગની સેવાઓ ઓનલાઈન કરવા નક્કી કરાતા મોરબી-વાંકાનેર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટીને આધુનિકતાનાં વાઘા પહેરવાનું નક્કી થયું છે. આગામી દિવસોમાં મવડા બાંધકામ પરવાનગી સહિત ની પ્રક્રિયાને ઓનલાઈન કરવા તંત્ર દ્વારા પ્રક્રિયા શરુ કરવામાં આવી છે.
આ અંગે મવડાનાં ઈન્ચાર્જ અધિકારી નીખીલ જોશીએ જણાવ્યું હતું કે, સરકારશ્રીની સુચના અન્વયે મવડાનું ઓનલાઈન પોર્ટલ બનાવવાની તૈયારી શરુ કરી છે. આ વેબ ડિઝાઈન મારફતે રાજકોટ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટીની જેમ જ મવડાની કામગીરી ઓનલાઈન બને તેવી વ્યવસ્થા ગોઠવામાં આવશે.

- text