વાંકાનેર : ભાજપના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની જાહેરાતને કોળી સમાજ દ્વારા આવકાર

- text


વાંકાનેર તાલુકામાં શહેર અને તાલુકાના કોળી જ્ઞાતિના અગ્રણીઓ અને યુવાનોએ ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામની જાહેરાતને આવકારી ફટાકડા ફોડી ખુશી વ્યકત કરી હતી. રાષ્ટ્રપતિ પદ માટે ભાજપે રામનાથ કોવિંદજીના નામની જાહેરાત કરતા વાંકાનેર શહેર, તાલુકા કોળી સમાજના અગ્રણીઓમાં તાલુકા ભાજપ પ્રમુખ ગોરધનભાઇ સરવૈયા, તાલુકા કોળી સેનાના પ્રમુખ રમેશભાઇ મકવાણા, ભીખાભાઇ મકવાણા, છનાભાઇ વીંજવાડીયા, નગર પાલિકાના સદસ્ય અમુભાઇ ઠાકરાણી, ગોવિંદભાઇ સોલંકી, વિજયભાઇ ગોરીયા, ભરતભાઇ હડાણી સહિતના અગ્રણીઓ યુવાનોએ હાઇવે જકાત નાકા પાસે એકત્ર થઈ ફટાકડા ફોડી રાષ્ટ્રપતિ પદના ઉમદવારની જાહેરાતને સહર્ષ આવકારી હતી.

- text