મોરબી : રવાપરનાં વોકળામાંથી અધધધ ૫૦૦ ટ્રેકટર ભરાઈ તેટલો કચરો નીકળ્યો

- text


વોકળાઓની સફાઈ કરવા તંત્ર જાગ્યું : સઘન સફાઈ જુબેશ હાથ ધરાઈ

મોરબી : મોરબીમાં આખરે આ વખતે પાલિકા તંત્રએ વોકળાની સફાઈ માટે આળસ ખંખેરીને સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરી છે. જો કે શહેરમાં વર્ષોથી વોકળાની સફાઈ થઈ ન હોવાથી રવાપરનાં વોકળામાંથી અધધધ ૫૦૦ ટ્રેકટર ભરાઈ તેટલો મહાકાય કચરો નીકળ્યો છે.
મોરબીમાં વર્ષોથી પ્રિમોન્સુન કામગીરી માત્રને માત્ર કાગળ પર જ રહી જતી હતી અને ક્યારેક ઉપર છલી કામગીરી થતી હતી. જેથી ચોમાસામાં શહેરીજનોને વરસાદી પાણી ભરાવવાની સમસ્યાનો સામનો કરવો પડતો હતો. શહેરમાં ઘણાં વોકળાની સફાઈ થઈ ન હોવાથી અસહ્ય ગંદકીથી ખદબદી રહ્યા છે. ત્યારે પાલિકામાં તાજેતરમાં ભાજપની નવી બોડી આવતાની સાથે એકશનમાં આવી ગઈ છે. ચોમાસુ શરૂ થઈ ગયું હોવાથી વર્ષોથી ચોકઅપ રહેલા વોકળાને કારણે શહેરીજનોને દર વર્ષેની માફક વરસાદી પાણી ભરવાની સમસ્યાઓનો સામનો ન કરવો પડે તે માટે પાલિકા તંત્રએ પ્રિમોન્સુન અંતર્ગત શહેરનાં તમામ વોકળાની સફાઈ ઝુંબેશ હાથ ધરી છે. જેમાં છેલ્લાં કેટલાક દિવસોથી રવાપર રોડ પરનાં વોકળાની સફાઈ ચાલી રહી છે. આ વોંકળાની વર્ષોથી સફાઈ ન હોવાથી સફાઈ કરવામાં પણ લાંબો સમય લાગે છે. તેમજ અત્યાર સુધીમાં ૫૦૦ ટ્રેકટરો ભરાય તેટલો કચરો નિકળ્યો છે. આગામી દિવસોમાં શહેરનાં તમામ વોકળાની સફાઈ કરવામાં આવશે તેવું પાલિકાનાં ઉપપ્રમુખે જણાવ્યુ છે.

- text