મોરબી : પાલિકાનાં કર્મચારીઓની ગાંધીનગર ખાતેની બેઠક નિષ્ફળ : હડતાલ યથાવત

- text


૨૧ જુનથી ત્રણ દિવસ સુધી રાજ્યની તમામ ૧૬૨ પાલિકાના કર્મચારીઓની હડતાલ : આવતીકાલથી રાજ્યની તમામ પાલિકાના કર્મચારીઓ ત્રણ દિવસની હડતાલ પર જશે તો શુક્રવારે હડતાલ પૂર્ણ થયા બાદ શનિવાર અને રવિવારની રજા તેમજ સોમવારે ઈદની રજા હોવાથી છ દિવસ સુધી તમામ કામકાજ ઠપ્પ થશે

મોરબી : ગુજરાત રાજ્યની તમામ ૧૬૨ નગરપાલિકાના કર્મચારીઓ સાતમાં પગારપંચ, રોજમદારોને કાયમી કરવા સહિતની માંગને લઈને આંદોલન ચાલી રહ્યું છે જેમાં તા. ૨૧થી ૨૩ ની રાજ્યવ્યાપી હડતાલનું એલાન કર્યા બાદ કર્મચારી યુનિયનની બેઠક આજે ગાંધીનગર ખાતે નગરપાલિકાના નિયામક પ્રવિણા કે.બી. સાથે બેઠક યોજાઈ હતી. જેમાં યુનિયનના પ્રમુખ રાજેન્દ્રસિંહ ઝાલા, ઉપપ્રમુખ નરેન્દ્રસિંહ ઝાલા અને પ્રવક્તા પરેશ અંજારીયા સહિતના આગેવાનો તેમજ ૯૨ પાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં પાલિકાના નિયામકે પ્રશ્નોના ઉકેલની ખાતરી આપી હતી પરંતુ સમયમર્યાદામાં પ્રશ્નોના ઉકેલની ખાતરી આપી શક્યા ન હતા. તેમજ યુનિયન દ્વારા સાતમાં પગારપંચ માટે એક માસનો સમય આપવામાં આવ્યો હતો પરંતુ તે અંગે પણ સમયમર્યાદામાં નિર્ણય લેવાની નિયામકે તૈયારી દાખવી ન હતી જેના પગલે મંત્રણા ભાંગી પડી હતી અને હવે અગાઉથી થયેલી જાહેરાત મુજબ આજે તા. ૨૧થી ત્રણ દિવસ સુધી રાજ્યની તમામ ૧૬૨ પાલિકાના કર્મચારીઓ હડતાલ કરશે આવતીકાલથી રાજ્યની તમામ પાલિકાના કર્મચારીઓ ત્રણ દિવસની હડતાલ પર જશે તો શુક્રવારે હડતાલ પૂર્ણ થયા બાદ શનિવાર અને રવિવારની રજા તેમજ સોમવારે ઈદની રજા હોવાથી છ દિવસ સુધી તમામ કામકાજ ઠપ્પ થશે તેમ કર્મચારી યુનિયનના ઉપપ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાએ મોરબી અપડેટ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું. પાલિકાના કર્મચારીઓ પોતાના હકની લડાઈ માટે સરકાર સામે આંદોલન ચલાવી રહ્યા છે જેમાં મોરબી સહીત રાજ્યની તમામ ૧૬૨ પાલિકામાં છ દિવસ સુધી કામકાજો ખોરવાઈ જશે.

- text

 

 

- text