મોરબી : પી.જી.પટેલ કોલેજમાં યોગ દિન નિમિત્તે યોગપ્રેમીઓને પધારવા નિમંત્રણ

મોરબી : પી.જી.પટેલ કોલેજ મોરબી દ્વારા કોલેજમાં છેલ્લાં પાંચ વર્ષથી નિયમિત રીતે રોજ સવારે ૮ કલાકે પ્રાર્થના પૂર્ણ થયા બાદ ૧૫ મિનીટ વિદ્યાર્થીઓ, અધ્યાપકો, આચાર્શ્રી દ્વારા યોગ કરવાની પરંપરા અસ્ખલિત જળવાઈ રહી છે. આ નિમિત્તે આવતીકાલે ૨૧ જુનનાં રોજ યોગ દિવસ અવસરનાં ભાગરૂપે વૈશ્વિક યોગના દૈનિક પ્રત્યક્ષીકરણનાં કાર્યક્રમમાં કોલેજમાં પધારવા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઉદ્દબોધન આપવા માટે આચાર્યશ્રી તરફથી યોગપ્રેમીઓને પધારવા નિમંત્રણ આપવામાં આવ્યું છે.