મોરબી : નગર દરવાજા વિસ્તારમાં ઉભરાતી ગટરોથી નગરજનો નાખુશ

- text


મોરબીનાં નાક સમા વિસ્તારની ગંદકી બાબતે તંત્રનાં આંખ આડા કાન : વેપારી અને રાહદારોહેરાન-પરેશાન

 મોરબી સૌરાષ્ટ્રનું પેરિસ ગણાય છે અને નગર દરવાજો મોરબીની શાન છે. પરંતુ મોરબીના નગર દરવાજા પાસે છેલ્લા કેટલાક સમયથી ગટર ઉભરાવવાની સમસ્યા જાણે સામાન્ય બની ગઈ હોય અવાર-નવાર ઉભરાતી ગટરોથી વિસ્તારનાં વેપારીઓ અને વાહન ચાલકો ત્રાસી ગયા છે. વાહન ચાલકો પસાર થતાં લોકો ગટર અને ખાડામાં અવાર-નવાર પડવાથી ત્રાહીમામ પોકારી ગયા છે. તેથી જાગૃત નાગરિક તરીકે નિવૃત પોસ્ટમેન હસમુખરાયે લોકોને જાગૃત કરવા માટે કાર્ય હાથ ધર્યું છે. મોરબી અપડેટનાં માધ્યમથી તેઓ જણાવે છે કે, અનેકવાર રજૂઆત કરવા છતાં નગર દરવાજા પાસેની ઉભરાતી ગટરો બાબતે તંત્ર જાણે આંખ આડા કાન કરતું હોય તેમ લાગે છે. વેપારીઓ અને ત્યાં બજારમાં આવતા લોકોની આ પરેશાનીનો નિવેડો ક્યારે આવશે? તંત્ર આ અંગે ક્યારે જાગૃત થાય તે અત્યંત જરૂરી છે.

- text