અમેરિકામાં યોજાનાર લાયન્સ ક્લબના 101માં વાર્ષિક અધિવેશનમાં મોરબીનું દંપતી હાજરી આપશે

- text


મોરબી : લાયન્સ ક્લબ મોરબીના શ્રી ચંદ્રકાંત દફ્તરી પ્રથમ ગવર્નર લાયન્સ ઇન્ટરનેશનલના શિકાગો અમેરિકા ખાતે મળનારા 101માં વાર્ષિક અધિવેશનમાં તેમાં ધર્મ પત્ની લતાબેન સાથે જવા રવાના થયા છે.

- text

વિશ્વની સૌથી મોટી સેવાકીય સંસ્થા ને 100 વર્ષ પુરા થતા હોય સમગ્ર વિશ્વમાંથી 214 દેશોની લાયન્સ કલબો ના 80,000થી વધુ ડેલીગેટની હાજરીમાં ઉજવણી કરવામા આવનાર છે. 100 વર્ષમાં ભારતમાંથી ત્રીજી વખત ઇન્ટરનેશનલ પ્રમુખ તરીકે શ્રી નરેશ અગ્રવાલ આવી રહિયા છે તેમની આગેવાનીમાં આપણાં તિરંગા સાથે ભવ્ય પરેડ નું આયોજન કરવામાં આવેલ છે.

- text