મોરબી ભાજપનો કાફલો જૂનાગઢ જવા રવાના

- text


ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના કાર્યક્રમમાં મોરબીના 3000 થી વધુ કાર્યકરો ની હાજરી

મોરબી : આજે જૂનાગઢ ખાતે યોજાઈ રહેલા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહના કાર્યક્રમ માં હાજરી આપવા મોરબી થી 3000 થી વધુ કાર્યકરોનો કાફલો રવાના થયો હતો. જાણવા મળતી વિગતો મુજબ આજરોજ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ જૂનાગઢ ની મુલાકાતે આવ્યા છે જ્યાં ભાજપના બુથ વિસ્તારક અને પેજ પ્રમુખો સાથે મીટીંગ યોજી જાહેર કાર્યક્રમ માં હાજર રહેનાર છે. ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ ના કાર્યક્રમમાં હાજરી આપવા મોરબી થી 35 લક્ઝરી બસ,60 કાર અને 10 ક્રુઝર માં 3000 થી વધુ કાર્યકરો, અગ્રણીઓ રવાના થઇ જૂનાગઢ કાર્યક્રમમાં હાજર રહેનાર હોવાનું મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાએ જણાવ્યું હતું.

- text

- text