મોટી બરાર : શ્રી રામદેવ પીર મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન

મોરબી : શ્રી રામદેવ પીર ભગવાનનાં મંદિરના દિવ્ય, ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન તા. ૨૪ અને ૨૫ જુનનાં રોજ શ્રી રામદેવ પીર મંદિર, મોટીબરારથી એકલીયા વડ ખાતે કરવામાં આવ્યું છે, આ ધાર્મિક અને પવિત્ર પ્રસંગે પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞનાં આચાર્ય શ્રી શાસ્ત્રી હસુભાઈ પંડ્યા સહિત અનેક સંતો-મહંતો પોતપોતાની ઉપસ્થિતિ નોંધાવશે. સમસ્ત જશાપર અને મોટીબરાર ગામ માળિયા મી. દ્વારા આ પ્રસંગે ધર્મપ્રેમી પ્રજાને હાજર રહેવા નિમંત્રણ પાઠવામાં આવ્યું છે.