માળિયા મી : ખાખરેચી ગામે જુગાર રમતા ૮ પકડાયા

માળિયા મી.ના ખાખરેચી ગામે ઠાકરશીભાઈ વિઠ્ઠલપરાના ઘરે જુગાર રમતા હોવાની બાતમી પોલીસને મળતા પી.એસ.આઈ. એન.બી.ડાભી સહિતની ટીમે રેઇડ પાડી હતી. જેમાં ખાખારેચીના રહેવાસી ઠાકરશીભાઈ પ્રભુભાઈ વિઠ્ઠલપરા, ભરત જગજીવનભાઈ કૈલા, હરિભાઈ અંબારામભાઈ કૈલા, ત્રિકમ રામજીભાઈ કોળી, રાજુ બચુભાઈ પટેલ, પીયુષ લાલજીભાઈ પટેલ, ભાણજીભાઈ પટેલ તથા રણછોડભાઈ મગનભાઈ પટેલ રહે-કુભારીયાને ઝડપી લીધા હતા. પોલીસે રેઇડ દરમિયાન ૪૧૧૩૫ની રોકડ, મોટરસાઇકલ અને મોબાઈલ સહિતનો ૩૩૦૦૦ સાથે કુલ ૭૪૧૩૫ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે⁠⁠⁠⁠.