મોરબી : ગેરકાયદેસર ટાવર મામલે રિલાયન્સને મવડાની નોટિસ

- text


મંજૂરી વગર આડેધડ મોબાઈલ ટાવર ઉભા કરનાર તમામ કંપનીઓ વિરુદ્ધ તોળાતા પગલાં : મવડા સર્વે કરી ટાવર સિલ કરવા સુધીના પગલાં ભરશે

મોરબી : સ્થાનિક તંત્ર પાસેથી કોઈપણ જાતની પૂર્વ મંજૂરી લીધા વગર અત્રેના ધૂનડા રોડ પર ખાનગી જમીનમાં ટાવર ઉભો કરનાર રિલાયન્સ મોબાઈલ કંપનીને મવડા દ્વારા નોટિસ ફટકારી ટાવરનું બાંધકામ અટકાવી દેવામાં આવતા તંત્રના આકરા પગલાંથી ખળભળાટ મચી જાવા પામ્યો છે.
મોરબી અપડેટને પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરમાં મોબાઈલ કંપનીઓ દ્વારા મન પડે ત્યાં આડેધડ ખાનગી મિલ્કતમાં મોબાઈલ ટાવર ખડકી દેવામાં આવ્યા છે. આ બાબતે સૌથી મોટું આશ્ચર્ય તો એ વાતનું છે કે, એકપણ જગ્યાએ ટાવર નાખવા અંગે સ્થાનિક તંત્ર દ્વારા મજૂરી આપવામાં નથી આવી કે મોબાઈલ કંપની દ્વારા મંજૂરી લેવામાં આવી. આ સંજોગોમાં તાજેતરમાં અત્રેના ઘુનડા રોડ પર રિલાયન્સ મોબાઈલ કંપની દ્વારા ખનગી પ્લોટ પર કોઈ પણ જાતની મજૂરી વગર રહેણાંક એરિયામાં ટાવર ઉભો કરવાનું કામ શરૂ કરતા સવજીભાઈ અઘરા નામના આસામી દ્વારા મવડા સમક્ષ લેખિત ફરિયાદ કરવામાં આવી હતી અને ફરિયાદના પગલે મવડા દ્વારા હાલમાં તુર્ત મોબાઈલ ટાવરનું બાંધકામ અટકાવી દઈ રિલાયન્સને નોટિસ ફટકારવામાં આવી છે વધુમાં ઘુનડા રોડ પરની આ ગેરકાયદેસર મોબાઈલ ટાવરની ફરિયાદ બાદ તંત્ર સફાળું જાગ્યું છે. આ અંગે મવડાના ઇન્ચાર્જ મામલતદાર શ્રી નિખિલ જોશીએ જણાવ્યું હતું કે, હવે શહેર-જિલ્લામાં તમામ મોબાઈલ ટાવરનો સર્વે કરી મંજૂરી વગર ટાવર ઉભા કરવા સબબ તમામ કંપનીઓ વિરુદ્ધ આકરા પગલાં અને દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.⁠⁠⁠⁠

ફાઈલ તસ્વીર

- text