મોરબીના બેલા રંગપરમાં બે રબારી જૂથ વચ્ચે ડખ્ખો

- text


જૂની અદાવતમાં સશસ્ત્ર મારમારીમાં એક મહિલા સહીત ચાર ઘાયલ

મોરબી : મોરબીના બેલા રંગપર ગામે જુની અદાવત મા સાત રબારી શખ્સોએ અન્ય રબારી જુથ પર તલવાર-ધોકા વડે સશસ્ત્ર હુમલો કરતા આ હુમલા મા ત્રણ પુરૂષ એક મહીલા સહીત ચાર વ્યક્તિઓ ને ઈજાગ્રસ્ત હાલતમા શહેર ની ક્રિષ્ના હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાયા હતા.
જાણવા મળતી વિગતો મુજબ મોરબીના બેલા રંગપર ગામે ગઈકાલે રબારી શખ્સોએ હુમલો કરતા ધર્મેન્દ્રભાઈ પુંજાભાઈ રબારી, જયમલભાઈ પુંજાભાઈ રબારી, ભરતભાઇ પુંજાભાઈ રબારી તથા નિમુબેન જયમલભાઈ રબારીને ઇજા પહોંચતા સારવાર માટે ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા
ઘટના અંગે ભોગ બનનારોએ મોરબી તાલુકા પોલીસ મથકે સાત શખ્સો વિરૂધ્ધ નામજોગ ફરીયાદ નોધાવી હતી અને આ હુમલામાં બેલા રંગપર ના જ મનસુખ ધનજી સુવાણ, શૈલેષ ધનજી, કાના કરશન, હક લખમણ, વાલા લખમણ, રાજેશ લખમણ અને કાના કરશન સુવાણે આ હુમલો કર્યાનું જણાવ્યું હતું. ઘટના ને પગલે તાલુકા પોલીસ મથકના ઈન્ચાર્જ પીએસઆઈ આર.ટી.વ્યાસ ઘટના સ્થળે દોઙી ગયા હતા અને ત્યારબાદ ઈજાગ્રસ્તો પાસે હોસ્પીટલ જઈ સમગ્ર માહીતિ મેળવી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.⁠⁠⁠⁠

- text