મોરબી : ઘરઆંગણે શાકભાજી કેમ ઉગાડવા? ટિપ્સ મેળવતા તબીબો

- text


ટેરેસ ગાર્ડનમાં મનપસંદ શાકભાજીના છોડ ઉછેરી બારેમાસ ઘરવપરાશમાં તાજા શાકભાજી મેળવી શકાય છે

મોરબી : આજકાલ ખેતીવાડી ક્ષેત્રે વધેલા પેસ્ટીસાઈડના બેફામ ઉપયોગથી માનવીનું આરોગ્ય જોખમાય રહ્યું છે ત્યારે મોરબીના તબીબોએ નવતર પ્રયોગ હાથ ધરી હેલ્થી રહેવા માટે ઘરઆંગણે શાકભાજી ઉગાડવા માટેની ટિપ્સ મેળવવા ખાસ કાર્યક્રમ યોજ્યો હતો.
આઈએમેએ મોરબી દ્વારા તાજેતરમાં ઘર આંગણે શાકભાજીના ઉછેર અંગે ખાસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મયુર નેચર કલબના પ્રકૃતિ પ્રેમી જીતેન્દ્રભાઈ ઠક્કરે તબીબી પરિવારોને ટેરેસ, ગાર્ડન અને કુંડામાં શાકભાજીના છોડ કેમ ઉછેરવા તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. લર્નં એન્ડ ફેન શીર્ષક હેઠળ યોજાયેલ આ કાર્યક્રમાં પ્રકૃતિપ્રેમી જીતેન્દ્રભાઈ ઠક્કરે તબીબોના પરિવારોને ઘર આંગણે શાકભાજી ઉછેરના ફાયદા વર્ણવી ઓર્ગેનિક શાકભાજીનું મહત્વ સમજાવ્યું હતું. આ સમગ્ર આયોજન ને સફળ બનાવવા ડૉ. ભાવનાબેન ભટ્ટ તથા અંજનાબેન ગઢીયા સહીત આઈએમઆઈની ટીમે જહેમત ઉઠાવી હતી.⁠

- text