મોરબી : ટ્રાફિક નિયમોના પાલન માટે તંત્રએ કવાયત હાથ ધરી

- text


ટ્રાફિક પોલીસ દ્વારા જિલ્લામાં ટ્રાફિક અંગે સાવચેતી દાખવતાં અને ટ્રાફિક નિયમોના ૨૦૦થી વધુ સાઇન બોર્ડ મૂકવામાં આવ્યાં

મોરબી : ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં લઈને ટ્રાફિક પોલીસ દ્વારા જિલ્લામાં ટ્રાફિક અંગે સાવચેતી દાખવતાં અને ટ્રાફિક નિયમોના ૨૦૦થી વધુ સાઇન બોર્ડ મૂકવામાં આવ્યાં છે. બદલાતા વાતાવરણમાં ટ્રાફિક પોલીસને મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલ તથા એસ.પી.જયપાલસિંહ રાઠોડનાં માર્ગદર્શન હેઠળ એનજીઓનાં સહયોગથી ટ્રાફિક બૂથ મૂકવામાં આવ્યા છે.
મોરબીમાં ટ્રાફિક સમસ્યાનો સળગતો મુદો છે. ત્યારે ટ્રાફિકની યોગ્ય વ્યવસ્થા અને ટ્રાફિક પોલીસ કર્મચારી ટાઢ, તડકો અને વરસાદ જેવી કોઈ પણ ઋતુમાં ટ્રાફિકની કામગીરી કરી શકે તે માટે સુચારૂ પ્રબંધ કરાયો છે. જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલ તથા એસ.પી.જયપાલસિંહ રાઠોડનાં માર્ગદર્શન હેઠળ એનજીઓનાં સહયોગથી હાલ નગરદરવાજા ચોક તથા નવલખી ફાટક પાસે પોલીસની પ્રતિષ્ઠિત ટોપી આકારનાં ટ્રાફિક બૂથ નાખવામાં આવ્યાં છે. આગામી સમયમાં શાકમાર્કેટ, ઉમિયાસર્કલ, ભક્તિનગરસર્કલ, ગેડાસર્કલ, માળીયાફાટક સહિતનાં શહેરનાં મુખ્ય માર્ગ પર આવા બુથો નાખવામાં આવશે. ટ્રાફિકના નિયમો વિશે લોકો માહિતગાર થાય તે માટે સમગ્ર જિલ્લામાં ટ્રાફિક નિયમોનાં પાલન અંગે ૨૦૦થી વધુ સાઇન બોર્ડ મૂકવામાં આવ્યા છે. આ અંગે એસ.પી.જયપાલસિંહ રાઠોડે જણાવ્યુ હતું કે ટ્રાફિક સમસ્યામાંથી લોકોને મુક્તિ મળે તેવો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તેમજ ટ્રાફિક પોલીસ ટાઢ, તાપ કે વરસાદ કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં પોતાની ફરજ બજાવતાં હોય છે.ત્યારે આ પરિસ્થિતિનો ઓછો સામનો કરવો પડે તે હેતુથી મેગા સીટીમાં હોય તેવાં બૂથ મોરબી જિલ્લામાં નાખવામાં આવ્યું છે.

- text

- text