મોરબી : આરટીઓમાં એક મહિનાથી આરસી બુક આપવાનું બંધ

- text


ટેક્નિકલ ખામીને કારણે મોરબી સહીત નવા રચાયેલા જિલ્લામાં મોટી સમસ્યા : ૪૦૦૦ વાહનોને આરસી બુક બાકી : વાહન વ્યવહાર કમિશ્નરશ્રી ગાંધીનગરનું પણ આ અંગે ધ્યાન દોરવામાં આવ્યું

મોરબી : પાછલા એક મહિનાથી મોરબી જિલ્લામાં નવા વાહન ખરીદનાર ૪૦૦૦થી વધુ લોકોને આરસી બુક આપવામાં ન આવતા રોજેરોજ આરટીઓ કચેરીમાં અરજદારો ધક્કા ખાઈ હંગામો મચાવતા હોય દેકારો બોલી ગયો છે. પ્રાપ્ત વિગતો મુજબ છેલ્લા એક માસ કરતા વધુ સમયથી મોરબીની આરટીઓ કચેરી દ્વારા નવા વાહન ખરીદ કરનાર લોકોને આરસી બુક આપવામાં આવી ન હોવાથી રોજેરોજ આરટીઓ કચેરીમાં અરજદારોની લાઈનો જોવા મળી રહી છે. વાહનનું પાસિંગ થયા બાદ સામાન્ય રીતે આઠથી પંદર દિવસમાં આરસી બુક મળતી હતી પરંતુ એક મહિનાથી આરસી બુક આપવાનું બંધ થતા અંદાજે ૪૦૦૦થી વધુ લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
બીજી તરફ હાલમાં મોરબી પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરતી હોય આરસી બુક વગર અનેક વાહનચાલકો વિના કારણે દંડાય રહ્યા છે. ઉલ્લેનિય છે કે કેટલાક કિસ્સામાં તો ટેક્નિકલ કારણોસર છેલ્લા છ માસથી લઇ એક વર્ષ સુધી આરસી બુક ન મળી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. મોરબી જિલ્લા ભાજપ ઇન્ચાર્જ વિજયભાઈ લોખીલ પણ છેલ્લા છએક માસથી આરસી બુકને લઈને પરેશાન થયા છે. તેમના જણાવ્યા મુજબ તેઓના વાહનમાં નંબર પ્લેટ આવી ગયા બાદ પણ હજુ આરસી બુક મળી નથી પરિણામ સ્વરૂપ મુશ્કેલી પડતી હોવાનું તેમને ઉમેર્યું હતું. વળી મોરબી સહિતના નવા રચાયેલા જિલ્લામા જ આ સમસ્યા હોવાનું જાણવા મળ્યું છે.

- text

- text