મોરબી : ખુલ્લા ટ્રકોની પ્રવેશબંધીનું જાહેરનામુ : આરંભે શૂરા અંતે અધૂરા

- text


પ્રદૂષણ ફેલાવતા ખુલ્લા ટ્રકોની બેરોકટોક અવરજવર : તંત્રે એક દિવસ કડક કાર્યવાહી કરી પાણીમાં બેસી ગયું

મોરબી : પ્રદૂષણ ફેલાવતા ખુલ્લા ટ્રકોની પ્રવેશબંધીનું જાહેરનામુ થયું છે. આ જાહેરનામું બહાર પડ્યાં બાદ તંત્રએ શરૂઆતમાં કડક કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ થોડા સમય બાદ તંત્ર એ કાર્યવાહી છોડી દેતા ફરી જેસે થે વેસે જેવી પરિસ્થિતિ જોવા મળે છે.
મોરબી નજીક હાઇવે પર ખુલ્લા ટ્રકોમાંથી માટી, પાઉડર સહિતની રજકણો ઉડવાથી પ્રદૂષણની ગંભીર સમસ્યા ઉદ્દભવે છે. આજના ગ્લોબલ વોર્મિંગના સમયમાં પ્રદૂષણ એક ઘાતક સમસ્યા છે ત્યારે હાઇવે પરથી પસાર થતાં ખુલ્લા વાહનોમાંથી પ્રદૂષણ ફેલાતું હોવાથી લોકોના આરોગ્ય સામે ખતરો ઉદ્દભવ્યો હતો. આ રજકણો વાહન ચલાવતા સમયે આંખમા પડવાથી અકસ્માતની સંભવના રહે છે. આથી મોરબી અધિક કલેકટરે એક માસ અગાઉ જાહેરનામું બહાર પાડીને ખુલ્લા વાહનોને પ્રવેશબંધી ફરમાવી હતી. આ જાહેરનામાનાં કડક અમલ માટે કાયદાકીય પગલા ભરવા અંગે આરટીઓ, સ્થાનિક પોલીસ અને જીપીસીબીને એન્ટ્રી પોઈન્ટ પર તપાસ કરવાની ફરજ પાડી હતી. ત્યારબાદ આરટીઓ, સ્થાનિક પોલીસ અને જીપીસીબીનાં અધિકારીઓએ એન્ટ્રી પોઈન્ટ પર કડક ચેકીંગ હાથ ધર્યું હતું. તાલપત્રી વગરનાં વાહનો સામે કડક કાર્યવાહી કરી હતી પરંતુ આ કાર્યવાહી તંત્ર માટે એકદિવસ પૂરતી જ હતી કાર્યરત રહી હતી. ત્યારબાદ આજ દિવસ સુધી ખુલ્લી ટ્રકો ફરે છે અને પ્રદૂષણ ફેલાવે છે. જેની સામે કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી જાહેરનામાનો અમલીકરણ થયું નથી તે સ્પષ્ટ પણે દેખાય આવે છે. આ અંગે જીસીબીએ અગાઉ જણાવ્યું હતું કે ખુલ્લી ટ્રકો જે તે સિરામિકમાં જતી હોય એમની પણ જવાબદારી બનતી હોય છે આથી તેમની સામે પણ કાર્યવાહી થશે. તેમજ આ જાહેરનામાનો કડક અમલ થશે. પરંતુ હાલમાં ખુલ્લી ટ્રકોની અવર જવર જોવા મળે છે પરિણામે ફરી જેસે થે વેસે જેવી પરિસ્થિતિસ જોવા મળે છે.

- text