મોરબી : હરિયાણાના દારૂ સપ્લાયરના પાંચ દિવસના રિમાન્ડ મંજુર

- text


પોલીસ તપાસમાં મોટા માથાના નામ ખુલે તેવી શક્યતા : સ્થાનિક પોલીસના તપેલા અભડાય જશે?

મોરબી : એલસીબી પોલીસે રફાળેશ્વર નજીકથી રૂ.૯.૩૬.૦૦૦નો ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી લઈ હરિયાણાના શખ્સને દબોચી લઇ કોર્ટમાં રજુ કરતા કોર્ટે આરોપીને પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.
મોરબી વાંકાનેર હાઈવે રોડ રોડ પર રફાળેશ્વર મંદિર પાસેથી નીકળતા શંકાસ્પદ ટેમ્પોને રોકી એલસીબીના બી આર પરમાર સાહેબ, ઈશ્વરભાઈ કલોતરા, રાજેન્દ્રદાન ટાપરિયા, કૌશિકભાઈ મારવાણીયા, રણજીતભાઈ બાવડા, અશોભાઈ દેત્રોજા, રજનીકાંતભાઈ કૈલા, પોલાભાઈ ખાંભરા, અશોકસિંહ ચુડાસમા, સંજયભાઈ મૈયડ, સુરેશભાઈ હુંબલ, ભરતભાઈ મિયાત્રા, ભગીરથસિંહ ઝાલા, જસવંતસિંહ ગોહિલ અને ચન્દ્રકાંતભાઈ વામજાએ ડ્રાઈવર મહેન્દ્રસીંગ બિશનોઈ ઉ.વર્ષ ૩૦ અને રહેવાસી હરિયાણાનેરૂ. ૯.૩૬ લાખના ઈંગ્લીશ દારૂની ૩૧૨૦ બોટલો સાથે ઝડપી લઇ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
આ ગુન્હાના કામે પોલીસે આરોપી મહેન્દ્રસિંહને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરતા કોર્ટે આરોપીને પાંચ દિવસના રિમાન્ડ મંજુર કાર્ય હતા જેને પગલે પોલીસે આ દારૂ ક્યાં સપ્લાય થવાનો અને કોના દ્વારા મંગાવવામાં આવ્યો હતો તે હકીકત બહાર લાવવા આરોપીની કડક પૂછપરછ શરુ કરી છે.⁠⁠⁠⁠

- text

- text