GST : 150 જેટલા ઉદ્યોગકારોએ સાંસદ કુંડારિયાને રજૂઆત કરી

- text


સવારે 7 વાગ્યે સીરામીક ઉદ્યોગકારો રજૂઆત કરવા એકઠા થયા

સીરામીક ઉધોગકારોની માંગણી વ્યાજબી છે : હું દિલ્લી યોગ્ય રજૂઆત કરીશ : મોહન કુંડારીયા

મોરબી : સીરામીક પ્રોડક્ટ પર 28 ટકા GST લાગુ કરાતા અને આ વધુ ટેક્સ ઘટાડવા માટે ગુજરાતથી લઇ દિલ્લી સુધી રજૂઆત કરવા છતાં સીરામીક પ્રોડક્ટ પર તોતિંગ ટેક્સ યથાવત રાખતા સિરામિકનું 90 ટકા ઉત્પાદન કરતા મોરબીના સીરામીક ઉદ્યોગમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે. ત્યારે આ બાબતે આજે વહેલી સવારમાં 7 વાગ્યે મોરબીના 150થી વધુ સીરામીક ઉદ્યોગકારો એકઠા થઈને નવા બસસ્ટેન્ડ સામે આવેલા સાંસદ કુંડારિયાના કાર્યાલય ખાતે કુંડારિયાને GST ના તોતિંગ ટેક્સના કારણે ઉભીથનાર મુશ્કેલી અને સીરામીક પ્રોટેક્ટ પર ટેક્સ ઘટાડવાની માંગણી કરવામાં આવી હતી.

- text

મોરબી સિરામિક એસોસિયેશન દ્વારા સિરામીક પ્રોડક્ટ પર લાગુ કરાયેલ 28 ટકા GST ઘટાડવા અરુણ જેટલી સુધી રજૂઆતોકરવામાં આવી હતી. તેવામાં રવિવારે કેન્દ્ર સરકાર અમુક આઇટમોમાં GST ઘટાડવાની જાહેરાત કરવાની હોવાથી મોરબીના સિરામિક ઉધોગકારોમાં આશા જાગી હતી કે તમની રજૂઆતને ધ્યાને લઇ ને સરકાર સિરામિક પ્રોડકટ પર GST ઘટાડશે પણ રવિવારે સરકારે જાહેર કરેલા GST ઘટાડાની યાદીમાં સિરામીક પ્રોડકટ નો સમાવેશ ના થતા અને સિરામીક પર GSTના દર યથાવત રાખતા મોરબીના સીરામીક એસોસિયેશન અને ઉદ્યોગકારો નારાજ થયા છે. અને આ બાબતે આજે સોમવારેવહેલી સવારમાં સીરામીક એસોસિયેશનના પ્રમુખ કે.જી.કુંડારીયા, નિલેશ જેતપરીયા, કિરીટ પટેલ, પ્રફુલ દેત્રોજા તેમેજ સીરામીક ઉધોગના આગેવાનો સહીત 150થી વધારે ઉદ્યોગકારોએ મોરબી સાંસદ મોહન કુંડારીયાને તેમના નવા બસસ્ટેન્ડ ખાતેના કાર્યાલયે રૂબરૂ મળી રજુઆત કરી હતી. જેમાં મોહનભાઇને વિગતવાર GST ના તોતિંગ ટેક્સના કારણે ઉભીથનાર મુશ્કેલી અને સીરામીક પ્રોટેક્ટ પર ટેક્સ ઘટાડવાની માંગણી કરવામાં આવી હતી. જેની સામે સીરામીક ઉધોગકારોની માંગણી વ્યાજબી ગણાવી હતી અને આ બાબતે ટૂંક સમયમાં જ અરુણ જેટલીનો સમય લઇ તેમને યોગ્ય રજૂઆત કરવાની ખાતરી આપી હતી. તેમેજ જરૂર પડ્યે આ બાબતે પ્રધાનમંત્રી મોદીને પણ રજૂઆત કરવાની બાંહેધરી આપી હતી.
જોકે અત્રે ઉલ્લેખનીય છે કે સાંસદ મોહન કુંડારીયા ખુદ સિરામિક ઉધોગ સાથે સંકળાયેલા છે. તેમને આ બાબતે અગાવ પણ રજૂઆત કરવામાં આવી છે. અને સીરામીક એસોસિયેશન દ્વારા CM રૂપાણીથી લઈને દિલ્લી મંત્રીઓ સુધી રૂબરૂ રજૂઆત કરી છે. ત્યારે હવે આ બાબતે મોહનભાઇ કુંડારીયાએ યોગ્ય રજૂઆતની ખાતરી આપી છે ત્યારે તેઓ હંમેશા ભાજપની પડખે રહેતા મોરબીના સિરામિક ઉધોગની લાગણી અને માંગણીને યોગ્ય જગ્યાએ પોંહચાડવામાં સફળ રહે છે કે નહિ તે જોવાનું રહ્યું.

- text