વાંકાનેર : ડેમુ ટ્રેનના અકસ્માતની મોકડ્રીલ યોજાઈ

- text


ટ્રેન અકસ્માતમાં ૬ના મોત : ૬૦ ઘાયલના સવારના સમયે સ્થાનિક સરકારી કચેરીઓના ફોન રણક્યા : તંત્રમાં દોડધામ

- text

વાંકાનેર : રેલવે સ્ટેશન નજીક મોરબી જઈ રહેલી ડેમુ ટ્રેનનો એક ડબ્બો રેલ્વે ટ્રેક પરથી ઊતરી પડતા સર્જાયેલ અકસ્માતમાં ૬ જણાના ઘટના સ્થળે મોત તેમજ ૬૦ પેસેન્જર ઘાયલ થયાના સમાચાર સાથે શહેર તેમજ જિલ્લાની લગભગ તમામ સરકારી કચેરીઓના ફોન વગડ્યા હતા. જે બાબતે તુરત જ રાજ્ય અને કેન્દ્ર સરકારની મેડિકલ – પાલિકા – રેવન્યુ અને પોલીસ વિભાગ સહિતના અન્ય ખાતાઓના વાહનો રેસ્ક્યુ ટીમ સાથે ઘટના સ્થળે પહોચી ગયા હતા. જોકે ત્યાં પહોચ્યા બાદ આ રેલ્વે વિભાગના NDRF ( નેશનલ ડીઝાસ્ટર રિલીફ ટીમ ) અને રેલ્વે વિભાગની મોકડ્રીલ હોવાનું માલુમ પડ્યું હોય તમામ ખાતાઓના દોડી આવેલ અધિકારીઓના અને તેની ટીમોના શ્વાસ હેઠા બેઠા હતા.
શુક્રવાર ની સવારના ૯.૧૫ ના ટકોરે વાંકાનેર રેલ્વે સ્ટેશન માસ્તર જુનેજાએ રાજકોટ રેલ્વે વિભાગના DRM – ટેકનીકલ વિભાગ – મેડીકલ વિભાગ – રેસ્ક્યુ વિભાગ(NDRF) સાથે વાંકાનેર પ્રાંત અધિકારી – મામલતદાર – પોલીસ તેમજ ફાયર બ્રિગેડ- સરકારી તેમજ ખાનગી ડોકટરોને ટેલીફોનથી વાંકાનેર સ્ટેશન નજીક મોરબી જતી ડેમુ ટ્રેનનો એક ડબ્બો ટ્રેક પરથી ઉતરી જતા ભયંકર અકસ્માત સર્જાયો હોવાની ટેલીફોનીક જાણ કરી હતી.
જે બાબતે સ્થાનિક રાજ્ય અને કેન્દ્ર સરકારના તમામ વિભાગોના અધિકારી તેમજ તેમની ટીમો હરકતમાં આવી તુરંત મળેલ માહિતી મુજબ વાંકાનેર રેલ્વે સ્ટેશન નજીક મારતા ઘોડે પહોચી ગયા હતા. શહેરની ટીમોની સાથોસાથ મોરબીથી ફાયર બ્રિગેડની ટીમ અને મેડિકલ ટીમ પણ માત્ર ૩૫થી ૪૫ મિનીટ ના સમય ગાળામાં ઘટના સ્થળે પહોચી ગયા હતા.
જ્યાં ફોનમાં જણાવેલ સ્ટેશન માસ્તર જુનેજાના ટેલીફોન માં જણાવ્યા મુજબ રેલવેનો એક ડબ્બો પડ્યો હતો. જોકે ત્યાં પહોચતા તમામ ટીમોને આ રેલ્વે વિભાગ અને તેના ડીઝાસ્ટર રેસ્ક્યુની મોક ડ્રીલ હોવાનું માલુમ પડ્યું હોય સર્વે એ હાશકારો અનુભવ્યો હતો.
બનાવ ની જાણ રાજકોટ વિભાગને પણ કરી હોય ત્યાંથી પણ રેલવેના DRM વેણુ સાહેબ પણ તેની ટીમ સાથે ગણતરીની મીનીટોમાં જ પહોચી ગયા હતા. તેઓ આવ્યા પહેલા સ્થાનિક સરકારી – અર્ધસરકારી વિભાગની તમામ વિભાગની ટીમો અને રેલ્વેની ટીમો ખડે પગે હોય તમામ તંત્રની એલર્ટ અને ત્વરિત રેસ્ક્યુની કામગીરીથી પ્રભાવિત થયા હતા.

- text