મોરબી : અગરબતીમાં જીએસટી લાગુ કરતા વેપારીઓ આગબબુલા

- text


મોરબી : અગરબત્તી સહિતની ધાર્મિક ચીજ વસ્તુ પર લાગેલો જીએસટી દર ઘટાડવા મોરબીના વેપારીઓએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે. જીએસટી તા.1-7-2017 ના રોજ થી અમલ થવા જઈ રહ્યો છે. ત્યારે મોરબીના અગરબત્તી ઉદ્યોગ સાથે જોડાયેલા તમામ વેપારીઓ અને કારીગરો સામાન્ય વર્ગના છે. અને તેઓને માત્ર રોજીરોટી મેળવી શકે તેમ છે તેમાં અગરબત્તી ઉદ્યોગમાં સરકારની જીએસટી કાઉન્સિલ કમિટી દ્વારા જીએસટીના 12 % દરની જાહેરાત થતા અગરબતીના વેપારીઓનો ઉદ્યોગ સ્તબ્ધ થઇ ગયેલ છે. મોરબીના વેપારીઓએ રજુઆતમાં જણાવ્યું હતું કે અમારા ઉદ્યોગ દ્વારા બનતી અગરબતીમાં હાલમાં વેટ 0 % છે જે ચાલુ રાખવા અથવા જીએસટી ના દરમાં સુધારતો કરી 5% કરી આપવાની માંગ કરી છે. વધુમાં જણાવ્યું હતું કે અમારા ઉદ્યોગમાંથી મુખ્યત્વે બનતી વસ્તુમાં ધાર્મિક પૂજા સામગ્રી, ધૂપ, ધૂપ સ્ટિક, અગરબત્તી છે જે તમામ ધર્મના લોકો વાપરે છે. તેથી તે બિન સાંપ્રદાયિક વસ્તુઓ છે. તે હાલના તબકે જીવન જરૂરિયાત વસ્તુમાં જ ગણાય છે. જેથી આ ગૃહ ઉદ્યોગમાં નિર્ભર આર્થિક નબળા લોકો માટે આશીર્વાદ રૂપ છે. અને તેઓને ઘરે બેઠા આ ઉદ્યોગમાંથી ઘરે બેઠા રોજીરોટી મળી રહે છે. જેથી ભગવાનને ધરવામાં આવતી પ્રસાદી અને શ્રીફળમાં પણ જીએસટી 0 % છે તેથી અમારા ઉદ્યોગ દ્વારા બનતી અગરબત્તી પૂજાની સામગ્રી પણ ભગવાનની પ્રસાદી કહે છે તે કઈ મોજ શોખની વસ્તુ નથી તેથી અમારા તમામ વેપારીઓએ રજુઆત કરી સમયસર યોગ્ય નિર્ણય લેવાની માંગ કરી છે.

- text

- text