ટંકારા : હડમતિયામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો

- text


ટંકારા તાલુકાના હડમતિયા (પાલણપીર) ગામે રાજ્ય સરકારના કાર્યક્રમ મુજબ કન્યાશાળા તેમજ કુમારશાળામાં સયુક્ત શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી અને બાળમેળો તેમજ લાઈફ સ્કિલમેળો ઈકો ક્લબની પ્રવૃત્તિનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધોરણ ૧માં પ્રવેશેલા બાળકોને દાતાશ્રી તરફથી બેગ અને ફુલ આપીને શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. ધોરણ ૧થી ૫ ના બાળકોએ બાળમેળામાં કરેલી પ્રવૃત્તિ તથા ધોરણ ૬થી ૮ના બાળકોનો લાઇફ સ્કિલ મેળો નિહાળી ગ્રામજનો તેમજ વાલીગણ ખુશ થયા હતા. સરકારી શાળામાં ભણેલા વયોવૃધ્ધ વ્યકિત અને શાળાને કાયમી દાન આપતા દાતાશ્રીનું સન્માન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત ધોરણ ૩થી ૮ના બાળકોને પુસ્તક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. બાળકોમાં હસ્ત કૌશલ્ય વિકસે, સહકારની ભાવના કેળવાય તે હેતુથી ઈક્કો કલબ, લાઈફ સ્કિલ બાળમેળામાં નાળિયેરના નકામા છોતરામાથી તોરણ બનાવવા, કાગળમાંથી થેલા બનાવવા, કાતરકામ, કલરકામ, રંગપુર્ણી, ચકલાના માળા, પાણીના કુંડા ભરવા, ઝાડને ગેરુ કરવો જેવી અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. સાથોસાથ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મોરબી જિલ્લા સમાજ કલ્યાણ ખાતાના અધિકારી શ્રી આર.આર. શાહ સાહેબ, મોરબી જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતિ દિનાબેન કામરીયા, ટંકારા તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી જીવણસિંહ ડોડિયા, સરપંચશ્રી, દાતાઓશ્રી, કન્યા તેમજ કુમાર શાળાના આચાર્યોશ્રી, માધ્યમિક શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ તેમજ વાલીગણ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.⁠⁠⁠⁠

- text