માળીયા મી. : પોલીસ રેડમાં વાડામાંથી વિદેશી દારૂનો જથ્થો પકડાયો

- text


માળીયા મિયાણા તાલુકના નવગામા રહેતા મોહસીન ઉર્ફે દીકો ગુલામહુસેન સંધવાણીના વાડામાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે માળીયાના પી.એસ.આઈ એન.બી.ડાભીએ સ્ટાફ સાથે  સાંજના સમયે વાડામાં દરોડા પાડતા બાવળમાં પ્લાસ્ટીકના કોથળામાં અલગ અલગ જગ્યાએ ૫૬ બોટલ દારૂ અને ૩૦ દારૂના ચપલા સંતાડેલા મળી આવ્યા હતા.
પોલીસે વાડો ચેક કરીને રૂપિયા ૩૪ હજાર જેટલો મુદામાલ જપ્ત કરી જેનો વાડો હતો તે આરોપી હાજર ન હોવાથી પોલીસ તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

- text

- text