મોરબી : નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે ટીચર્સ ટ્રેઈનિંગ સેમીનાર યોજાયો

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનનાં ઉપક્રમે નવયુગ શૈક્ષણિક સંકુલ – વિરપર ખાતે બે દિવસીય ટીચર્સ ટ્રેઈનિંગ સેમિનાર સફળતાપૂર્વક સંપન્ન

મોરબી : શાળા શરુ થયાની શરૂઆતમાં નવયુગ શૈક્ષણિક સંકુલ વિરપર ખાતે બે દિવસીય ટીચર્સ ટ્રેઈનિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો હેતુ શિક્ષકો પોતાના શિક્ષણકાર્યમાં નવા વિચારો, નવી શૈક્ષણિક પદ્ધતિને સાથે લઈ શ્રેષ્ઠ શિક્ષણ આપી શકે તેવો હતો. આ તબક્કે ગુજરાત અને ગુજરાત બહારનાં વક્તાશ્રીઓએ શિક્ષકોને પ્રેરણા પૂરી પાડી નવી દિશા આપવાનો પ્રયાસ કર્યો હતો.
સરસ્વતીની સેવાનાં આ ભગીરથ કાર્યમાં પી.ડી. કાંજીયા સાહેબ દર વર્ષ નિમિત્ત બની ટીચર્સ ટ્રેઈનિંગ સેમિનારનું આયોજન કરે છે. આ વર્ષે સેમિનારમાં મહેમાન વક્તા શ્રી ડો. રઈસ મણીયાર, સુભાષભાઈ ભટ્ટ, દિવ્યાંશુભાઈ દવે, નેહલબેન ગઢવી, શૈલેષભાઈ સગપરિયા, હાજીભાઈ બાદી, ભરતભાઈ મેસીયા, ભરતભાઈ ગાજીપરા, અભિમન્યુ મોદી સહિતનાઓએ શૈક્ષણિક ઉત્થાન માટે વિદ્યાગુરુઓને માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડી હતી. શિક્ષણમાં નવી ટેક્નિક, સંસ્કાર, મૂલ્ય શિક્ષણ, દેશપ્રેમ, ભાર વિનાનું ભણતર, વેગેરે વિષયો પર પ્રકાશ પાથરતા આ ટીચર્સ ટ્રેઈનિંગ સેમિનારને સફળ બનાવવા સંસ્થાનાં પ્રમુખ શ્રી પી.ડી કાંજીયા સાહેબનો સિંહફાળો રહ્યો હતો.