મીતાણા : ફોર્ડ દ્વારા એન્ડેવર એડવેન્ચર સફારી થ્રીલ ઇવેન્ટ યોજાઈ

- text


ગુજરાતમાં સૌ પ્રથમવાર જય ગણેશ ફોર્ડ દ્વારા મીતાણા ખાતે ૫ કિમી લાંબા ટ્રેક પર ફોર્ડ એન્ડેવર કાર દ્વારા ફોર્ડ એસયુવી કારની રાઈડ તેમજ કાર ડ્રાઈવ ટ્રેક આજ સવારે ખુલ્લો મુકાયો હતો. આ રાઈડ એન્ડ ડ્રાઈવ ટ્રેકનું ઉદ્દઘાટનશ્રી ખોડલધામ ટ્રસ્ટનાં ચેરમેન નરેશભાઈ પટેલ, મોહનભાઈ કુંડારીયા, પરેશભાઈ ગજેરા, બાવાનજીભાઈ મેતલીયા, કાંતિલાલ અમૃતિયા, વેલજીભાઈ ઉઘલેજા (બોસ સિરામિક) તથા ફોર્ડ કંપનીનાં જનરલ મેનેજર સૌરભ માખેચા સાહેબ અને જય ગણેશ ગ્રુપનાં મોભી દેવજીભાઈ પટેલ, રજુભાઈ પટેલ, અશોકભાઈ પટેલ સહિત આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં ફ્લેગ ઓફ કરવામાં આવ્યો હતો.

- text

જય ગણેશ ફોર્ડ દ્વારા ફોર્ડ એન્ડેવર એડવેન્ચર સફારી થ્રીલ ઇવેન્ટને સફળ બનાવવા માટે ૫ કિ.મી. લાંબા ટ્રેકનાં નિર્માણ માટે એક જેસીબી, એક ડમ્પર, પાંચ ટ્રેક્ટર તથા ૨૦ લોકોની ટીમ છેલ્લા ૪૫ દિવસથી ખડે પગે મહેનત કરી હતી. આ સાથે આ ટ્રેક પર બનાવેલા અલગ અલગ ટાઈપનાં ૨૧ જેટલા ઓબ્સેકલ બનાવેલા છે એ ગુજરાતમાં સૌ પ્રથમવાર જૂજ જોવા મળેલા છે.
આ ઇવેન્ટમાં કાર રાઈડમાં ભાગ લેનાર દરેક વ્યક્તિનું મેડિકલ ચેકઅપ નિષ્ણાત ડોક્ટરો દ્વારા કરવામાં આવ્યું હતું. ફોર્ડ ઇન્ડિયા જનરલ મેનેજર શ્રી સૌરભ માખેચાનાં જણાવ્યા મુજબ ફોર્ડ એન્ડેવર તેની ખૂબીઓ અને સક્ષમ ઓફ ફોર્ડ પર્ફોમન્સનાં કારણે નવી ઊંચાઈ હાંસલ કરી છે. આ પ્રકારની એસયુવી સેંગમેન્ટમાં ફોર્ડ એન્ડેવર સૌથી લોકપ્રિય એસયુવી છે. આ પ્રકારની ઇવેન્ટ ગુજરાતમાં સૌ પ્રથમ હતી. આ કાર્યક્રમને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકોએ મોટી સંખ્યામાં આ ઇવેન્ટમાં ભાગ લીધેલો છે.

- text