વાવાઝોડા સાથે વરસાદથી સિરામિક ઉદ્યોગને કરોડોનું નુકસાન

- text


અનેક સિરામિક યુનિટોમાં ખાનાખરાબીનાં અહેવાલ : નિલેશ જેતપરીયા

મોરબી : મોરબી જિલ્લામાં ગુરુવારે મોડી સાંજે અચાનક આવેલા વાતાવરણનાં પલટાથી ઠંડા પવન સાથે વાવાઝોડું અને વરસાદના કારણે મોરબી સિરામિક ઝોનમાં અનેક જગ્યાએ નુક્સાનીના સમાચારો પ્રાપ્ત થઇ રહ્યા છે. ચાર થી પાંચ ફેકટરીમાં મોટાપાયે નુકસાની થઇ છે. જયારે શેડના પતરા ઉડી જવા જેવી ઘટના અસંખ્ય ફેકટરીઓમાં બની છે. ગઈ કાલના વાવાઝોડાની ઘટનાને કારણે સિરામિક ઉદ્યોગને કરોડો રૂપિયાની નુકસાની થવાનો અંદાજ સેવાઈ રહ્યો છે.

- text

ભારે વાવાઝોડાં સાથે આવેલા વરસાદને કારણે મોરબીમાં હાઈવે પર આવેલા નાનામોટા એકમો અને સિરામિક ઝોનમાં અનેક જગ્યાએ નાની મોટી નુકસાની થઇ છે.વાંકાનેરના લુણસર ગામ પાસે આવેલી મલ્ટીસ્ટોન સિરામિક કંપનીમાં બહુ મોટી નુકસાની થવા પામી છે. જેથી કંપની ચાર મહિના સુધી બંધ રહે તેવી પરિસ્થિતિ સર્જાય છે. જયારે જસમતગઢ ગામ પાસે આવેલી TAURUS ટાઇલ્સ પ્રા લિ.માં પણ વાવઝોડાનાં કારણે મોટી નુકસાની થઇ છે. આ અંગે ફેકટરીના મલિક કિશોરભાઈ પટેલે જણાવ્યું હતું કે ફેકટરીમાં શેડના મોટાભાગના પતરા ઉડી ગયા છે. માલ એને મશીનરીને પણ મોટું નુકસાન થયું છે. હાલ નુકસાનીનો આંક કાઢવો મુશ્કેલ છે પણ અમારા કારખાનામાં કરોડોની નુકસાની થઇ છે. આ ઉપરાંત મોરબીની અનેક સિરામિક કંપનીઓને નાના મોટા પ્રમાણમાં નુક્સાનીના થયાનું મોરબી સિરા.એસો.નાં પ્રમુખનિલેશ જેતપરીયાએ જણાવ્યું છે. તેઓ વધુમાં જણાવે છે કે ચાર થી પાંચ ફેકટરીમાં મોટાપાયે નુકસાની થઇ છે. આ ફેક્ટરીઓ 3 થી 4 મહિના બંધ રહે તેટલી ખાનાખરાબી થઇ છે. જયારે અનેક કારખાનામાં પતરા ઉડી જવાની અને તેના કારણે ફેક્ટરીમા પાણી ભરાવાથી કાચા માલ અને મશીનરીને નુકસાન પોહચ્યું છે. જોકે સદનસીબે વાંકાનેરની એક સિરામિક ફેક્ટરીમા મજૂરોને ઇજા થવાની ઘટના સિવાય અન્ય કોઈ જગ્યા કોઈ જાનહાની નથી થઇ એ સારી બાબત છે.

- text