માળીયા (મી) : ખીરસરામાં વિજળીની તંગીના કારણે લોકો ત્રાહિમામ

- text


મોડેલ સ્ટેટ ગુજરાતમાં પૂરતી વિજળી ન મળતા ગ્રામજનો લાચાર

માળીયા (મી) તાલુકાના ખીરસરા ગામમાં છેલ્લા ૧૦ દિવસથી પુરતી વિજળી ન મળવાને કારણે આવી ગરમીમાં લોકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
માળીયા મિયાણા તાલુકાના ખીરસરા સહિતના ગામોમાં પૂરતા પ્રમાણમાં વિજળી ન મળતા ગ્રામજનોને અનેક સમસ્યાઓ ભોગવવાનો સમય આવ્યો છે. આથી ખીરસરા ગામના ગ્રામજનોએ આ સમસ્યાથી મોરબી જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ કિશોરભાઇ ચીખલીયાને અવગત કરી પૂરતી વીજળીના મળવાના કારણે પડતી હાલાકી અને જણાવ્યું હતું. જેથી આ બાબતે કિશોરભાઇ ચીખલીયા દ્વારા ખીરસરાના ગ્રામજનોને પૂરતા પ્રમાણમાં વિજળી મળી રહે તે માટે મોરબી જિલ્લા કલેક્ટરને રજુઆત કરેલી છે. આ અંગે કિશોરભાઈએ જણાવ્યું હતું કે મોટા દહીંસરા ફીડરમાં યોગ્ય આયોજનના અભાવે આ સ્થિતિ સર્જાઈ છે. લોકો ને હાલ માત્ર 3 થી 4 કલાક જ વીજળી મળે છે. અને આ વિસ્તારમાં વીજળીનો પુરવઠો ગમે ત્યારે ખોરવાઈ જાય છે. જે બાબતે કલેકટરને રજુઆત કરવામાં આવી છે.

- text

- text