માળીયા મી. : શિક્ષણતંત્રની ભૂલનો ભોગ વિદ્યાર્થીને ન બનાવવા રજૂઆત

- text


મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી બ્રિજેશ મેરજાએ શિક્ષણ વિભાગને માળીયા કેન્દ્રના પરિણામ અટકાવવા બદલ રજૂઆત કરતા જણાવ્યું છે કે ધોરણ ૧૦નું માળીયા(મિ) કેન્દ્રનું પરિણામ શિક્ષણ બોર્ડે અટકાવ્યું છે જેને લીધે અનેક આશાસ્પદ છાત્રોનું ભાવિ ધૂધળું બન્યું છે. એટલું જ નહી વાલીઓ પણ ચિંતાતુર બન્યા છે આ અંગે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવને રજૂઆત કરીને એવો અણિયાળો સવાલ કરાયો છે કે સરકારી તંત્ર માસ કોપી થયાનો રાગ આપે છે . પરંતુ પરીક્ષા લેતી વખતે યોગ્ય તકેદારી રાખવાનું કેમ સુજયું ન હતું? હવે માત્ર માસ કોપી થયાની અટકળને આધારે પરિણામ જાહેર ન કરવું એ યોગ્ય નહિ .જેનાથી અનેક વિધાર્થીઓના ભાવિ સાથે ચેડા કરવામાં આવેલ છે.  આથી વહેલી તકે પરિણામ જાહેર કરવા અંગે માંગણી કરવામાં આવી છે . જેથી સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત તાલુકા માળિયા(મિ)ના  વિધાર્થીઓના પરિણામ અનામત રાખવાથી વિધાર્થી અને વાલીમાં હતાશા છવાયેલી છે તે દૂર કરવા તાત્કાલીક પરિણામ આવે તે અનિવાર્ય રહે.

- text

- text