વાંકાનેર : મિલમાં નોકરી કરતા પિતાના પુત્રએ મેળવ્યો A1 ગ્રેડ

- text


વાંકાનેર કેન્દ્રમાં પ્રથમની સાથે જિલ્લામાં દ્વિત્ય સ્થાન મેળવ્યું

વાંકાનેર : ધો.12 સામાન્ય પ્રવાહનું જાહેર થયેલ પરીણામમાં વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ સ્થાને મિલમાં નોકરી કરતા સામાન્ય વર્ગના પિતાનો પુત્ર ઝળકી વાંકાનેરનું ગૌરવ બન્યો છે. કેન્દ્ર પ્રથમ રહેનાર મહેતા યશ વિરલભાઈ ૬૪૪/૭૦૦ ગુણ મેળવ્ય હતા. યશ મહેતા વાંકાનેર કેન્દ્ર માં પ્રથમની સાથોસાથ જીલ્લામાં પણ દ્વિત્ય સ્થાન મેળવ્યું છે.
વાંકાનેર કેન્દ્રએ ગત વર્ષે પણ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જીલ્લામાં ઝળક્યું હતું. ત્યારે આ સિલસિલો આ વર્ષે પણ ચાલુ રહ્યો હતો. જોકે આ વર્ષે A૧ ગ્રેડ માં માત્ર એક વિદ્યાર્થી જ આવ્યો છે. કેન્દ્ર પ્રથમ આવનાર યશ મહેતા ગ્રેજ્યુએટ પીતા અને ગૃહિણી માતાનો એક નો એક સંતાન છે. વિરલભાઈ મિલમાં નોકરી કરે છે.

- text

વાંકાનેરના ટોપ 5 વિધાર્થીઓ
૧) મહેતા યશ વિરલભાઈ – જ્ઞાનગંગા શાળા – ૬૪૪ મેળવેલ કુલ ગુણ
૨) શાહ શ્રુતિ સંજયભાઈ – જ્ઞાનગંગા શાળા – ૬૩૦ મેળવેલ કુલ ગુણ
૩) ચારોલીયા જસ્મીનબાનુ નજરહુસેન – મોડન સ્કુલ – ૬૧૦ મેળવેલ ગુણ
૪) ડાભી અજય મહાદેવભાઈ-જ્ઞાનગંગા શાળા-૬૦૮મેળવેલ કુલ ગુણ
૫) દોશી જીમિત જયેશભાઈ – જ્ઞાનગંગા શાળા – ૬૦૬ મેળવેલ કુલ ગુણ

- text