મોરબી : ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ મોરબી જિલ્લાનું ૫૬.૨૨ ટકા પરિણામ

- text


મોરબી જિલ્લામાંથી ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં a1 ગ્રેડ ૩ અને a2 ગ્રેડ ૮૬ વિદ્યાર્થીએ મેળવ્યો

મોરબી : આજ રોજ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ગુજરાત ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૫૬.૮૨ ટકા આવ્યું છે. રાજ્યમાં ૫ લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. અંગ્રેજી માધ્યમનું ૭૪.૨૦ ટકા પરિણામ તેમજ ગુજરાતી માધ્યમનું ૫૫ ટકા પરિણામ આવ્યું છે. મોરબી જિલ્લાનું ૫૬. ૨૨ ટકા પરિણામ રહ્યું છે જેમાં a1 ગ્રેડ ૩ અને a2 ગ્રેડ ૮૬ વિદ્યાર્થીએ મેળવ્યો છે.
ધોરણ-૧૨ના પરિણામના એટલે કે આજનાં દિવસે બોર્ડ દ્વારા રાજયના તમામ જિલ્લાઓમાં માર્કશીટ મોકલી દેવાશે. જેથી સ્કૂલો જિલ્લાના વિતરણ કેન્દ્રો પરથી સવારે ૧૧-૦૦ વાગ્યાથી બપોરના ૪-૦૦ વાગ્યા દરમ્યાન માર્કશીટ મેળવી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આમ ધોરણ-૧૨ ના વિદ્યાર્થીઓને પરિણામના દિવસે જ માર્કશીટ પણ મળી જાય તેવું આયોજન બોર્ડ દ્વારા કરાયું છે.

- text

- text