મોરબી : રામધન આશ્રમ ખાતે રામાનંદી સાધુ સમાજનું સંમેલન યોજાયું

મોરબી : રામાનંદી સાધુ સમાજ દ્વારા મહેન્દ્રનગર રામધન આશ્રમ ખાતે તા. ૨૪ મેનાં રોજ સાધુસમાજનું મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૧ બાળકોને નિ:શૂલ્ક યજ્ઞોપવિત સંસ્કાર તેમજ ધર્મસભા સાથે યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અતિથિ વિશેષ શ્રી જગતગુરૂ શ્રી રામાજીચાર્ય તથા મહંત શ્રી લલીત કિશોરદાસજી તેમજ અન્ય સંતો ઉપસ્થિત રહીને આશીર્વચન પાઠવ્યા હતાં. આ સંમેલનમાં સરકાર દ્વારા જાહેર થતી યોજનાઓ વિશે પણ માહિતી પૂરી પાડવામાં આવી હતી. શ્રી ચંદ્રકાંતભાઈ રામાનુજ, શ્રી ભક્તિરામભાઈ નિમાવત, શ્રી ગૌતમભાઈ રામાનુજ, શ્રી રાકેશભાઈ સાધુ, શ્રી જયસુખભાઈ રામાવત, શ્રી મુકેશભાઇ નિમાવત એ આ મહાસમેલનને સફળ બનાવવા વિશેષ જહેમત ઉઠાવી હતી.