મોરબી : બે બાઇક અથડાતા એકનું મોત

મોરબી : કંડલા બાયપાસ રોડ પર આરટીઓ પાસે બે બાઇક અથડાતા અકસ્માતમાં ઘવાયેલા યુવાનને સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

મોરબીના ભારતનગરમાં રહેતા અંકીત રમેશભાઇ ભુવા (ઉ.રર) પોતાની બહેન સાથે મોટર સાયકલમાં જતો હતો ત્યારે કંડલા બાયપાસ રોડ પર આરટીઓ પાસે બીજા મોટર સાયકલ સાથે ભટકાતા અકસ્માત સર્જાતા અંકીતભાઇ ભુવાને ઇજા થઇ હતી. જેને પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં તેનું ટૂંકી સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.