તારક મહેતા ફેઈમ નટુકાકાએ માટેલમાં ખોડીયાર માતાજીના દર્શન કર્યા

વાંકાનેર : ટીવી જગતની સુપ્રસિદ્ધ સીરીયલ અને સુવિખ્યાત લેખક સ્વ. તારક મહેતાની વાર્તા આધારિત  ” તારક મહેતા કા  ઉલ્ટા ચશ્માં” ફેઈમ ના પાત્ર નટુકાકા (ઘનશ્યામ નાયક) હાલમાં રાજકોટ આસપાસ ચાલી રહેલા કોઈ ફિલ્મના શુટિંગના વ્યસ્થ શેડ્યુલ માંથી સમય કાઢીને માં ખોડીયારના જ્યાં સાક્ષાત બેસણા છે. તેવા વાંકાનેરના માટેલ ધામ ખાતે દર્શનાર્થે આવ્યા હતા. જોકે એકા એક અને ખુબ જ ટુકા સમય માટે અને માત્ર માંના આશીર્વાદ લેવા માટે જ આવેલ નટુકાકા થોડી જ ક્ષણોમાં દર્શન કરી માટેલ થી નીકળી ગયા હતા.