મોરબી જિલ્લાના ક્રાઇમ સમાચાર (26-05-17)

- text


મોરબી જિલ્લાના ક્રાઇમ સમાચાર

1) મોરબીમાં કડીયા કામ કરતી વખતે પડી જતાં ત્રાજપરના યુવાનનું સારવાર દરમિયાન મોત

મોરબીમાં કડીયા કામ કરતી વખતે પડી જતાં ત્રાજપર ખારી ગામના કોળી યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મળતી વિગત મુજબ ત્રાજપર ખારી ગામે રહેતો રાજેશભાઇ જીવાભાઇ સુરેલા (કોળી) (ઉ.૩૫) મોરબીમાં સરજુ સિરામીક ફેકટરી પાસે કડીયા કામ કરી રહ્યો હતો ત્યારે પંદરેક ફુટની ઉંચાઇ પરથી પડી જતાં માથામાં ગંભીર ઇજા થતાં મોરબી સારવાર અપાવી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

2) મોરબીમાં બાઇકની ઠોકરે નેપાળી યુવાનનું મોત

મોરબીમાં કેનાલ રોડ પર ક્રિસ્ટલ હાઇટ્સ નામના એપાર્ટમેન્ટમાં ચોકીદારી કરતો અને ત્યાં જ રહેતો રમેશ ગુલેજભાઇ વિશ્વકર્મા (ઉ.૩૦) સાંજે આઠેક વાગ્યે એપાર્ટમેન્ટની સામેના રોડ પર ગયો હતો અને ત્યાંથી પાણીના પાઉચ લઇ પરત રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે એક બાઇકનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં રમેશને ગંભીર ઇજા થતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

3) ટંકારામાં જુના ડખ્ખાને લીધે યુવાન પર છરીના ઘા ઝીંકયા

- text

ટંકારામાં રહેતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં દૂર્ગેશ ભરતભાઇ પટણી (ઉ.૨૦) નામના લેઉવા પટેલ યુવાનને ગામમાં સરકારી હોસ્પિટલ પાછળ મોરબી નાકે હતો ત્યારે શાહરૂખ નામના મુસ્લિમ શખ્સે ઝઘડો કરી છરીથી હુમલો કરી વાંસા, પગ, પેટના ભાગે ઇજા કરતાં ટંકારા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.દૂર્ગેશના કહેવા મુજબ પાંચેક વર્ષ પહેલા તેને છોકરી મામલે શાહરૂખ સાથે માથાકુટ થતાં પોતાના વિરૂધ્ધ શાહરૂખે ફરિયાદ કરી હતી. ત્યારથી મનદુઃખ ચાલતું હોઇ ખાર રાખી ફરી હુમલો કર્યો હતો.

4) માળીયા મિંયાણાના દારૂ પ્રકરણમાં આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજુર

માળીયા મિંયાણા પાસે પકડાયેલ વિદેશી દારૂ પ્રકરણમાં બે આરોપીઓને ઝડપી લેવાયા છે. કોર્ટ ત્રણેય આરોપીઓને પાંચ દિ’ના રિમાન્ડ સોંપવા હુકમ કર્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા મિંયાણાના હળવદ હાઇવે પર ખાખરેચીના પાટીયા નજીકથી ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ વાહન ગુજરાત મોનીટરીંગ સેલે પર૮ નંગ દારૂ સાથે ઝડપી બુટલેગર સહીતના આરોપી વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇ હતી જેમાં એક આરોપી ઝડપાયા બાદ માળીયા પીએસઆઇ ડાભીએ (૧) રામ વિનોદભાઇ ભટ્ટ (ર) રાજ કમલેશભાઇ જાગરીયા રહે. બંને ભુજ (કચ્છ)ને દબોચી લઇ આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરાતા કોર્ટે વિદેશી દારૂનો જથ્થો રાજસ્થાનથી આવ્યો હોવાથી મુખ્ય બુટલેગરના તપાસ માટે પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

- text