માળીયા મિયાણા : હાઈવે હોટેલનાં માલિક પર ફાયરિંગ : આરોપીની ધરપકડ

- text


વહેલી સવારે જમવાનું આપવાની ના પાડતા હોટેલ માલિકની જાન ખતરામાં મુકાણી

માળીયા (મી) : માળીયા મિયાણાનાં હાઈવે પર આવેલી એક હોટેલનાં માલિકને એક શખ્સે વહેલી સવારે આવીને જમવાનું બનાવી આપવાનું કહેતા હોટેલ માલિકે ના પાડી હતી. આથી ગુસ્સે ભરાયેલા શખ્સે હોટેલને તાળા મારી દેજેની ધમકી આપી બીજે દિવસે આવી હોટેલ કેમ બંધ કરી નથી તેમ કહી બે રાઉન્ડ ફાયરિંગ સાથે ત્યાં પડેલી રિક્ષા ઉપર તલવારના ઘા ઝીક્યા હતા.
નેશનલ હાઈવે પર હોટેલનો ધંધો કરતા સુભાન દોસ્તમામદ કાટીયા (રહે. વિશાલા હોટેલ પાછળ) પર આરોપી સફીર મુસાભાઈ મોવરે રાત્રે ચાર વાગ્યે આવી જમવાનું આપવા કહ્યું હતું ત્યારે હાજર રજાકભાઈએ ના પાડતા તેને તમાચો મારી હોટેલ બંધ કરી નાખજેની ધમકી સફીરે આપી હતી. બીજે દિવસે હોટેલ પર કાળા કલરની ગાડીમાં સફીરે આવી ગાડીમાં જ બેઠા બેઠા એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ બીજા રાઉન્ડ ફાયરિંગ હોટેલ માલિક પર કરતા હોટેલ માલિકે સ્વબચાવ કરી નીચે નીમ્યા હતા જે બંધુકની ગોળીઓ રિક્ષાના હુડમાં વાગી હતી. આટલું જ નહીં પરંતુ આરોપી ગાડીમાંથી તલવાર સાથે ઉતરી રિક્ષાને તલવારના ઘા ઝીકી ગાળો આપવા લાગ્યો હતો. થોડીવાર ધમપછાડા કરી આરોપી કચ્છ તરફ નાસી છુટ્યો હતો. આ સમગ્ર બનાવની જાણ થતાં તુરંત જ પીએસઆઇ ડાભી સહિતનો કાફલો સ્થળ પર પોહચી આગળની કાર્યવાહી હાથ ધરી ફરાર થઇ ગયેલા આરોપી સફીર મુસાભાઈ મોવરને ગણતરીની કલાકોમાં ઝડપી લીધો હતો. અને જે હથિયારથી ફાયરિંગ કર્યું હતું જે કબ્જે કરવા કાર્યવાહી હાથ ધરાયાનું પોલીસે જણાવ્યું હતું.

- text

- text