ટંકારા : પંચાયત દ્વારા જબલપુરની રાજધાની સોસા. પ્રત્યે ભેદભાવ

- text


રોડરસ્તાની બિસ્માર હાલત અને કાદવકીચડથી ગંદકી અને રોગચાળોનું સામ્રાજ્ય ફેલાઈ તે પહેલાં ઘટતું કરવા માંગ

ટંકારા : જબલપુરમાં આવેલી રાજધાની સોસાયટી ફક્ત નામથી જ રાજધાની પરંતુ હાલત છે ધુળધાણી. પોતાના ઈલાકાની અસુવિધાયુક્ત પરિસ્થિતિથી લતાવાસીઓ તંત્ર સામે તોબા પોકારી ઉઠયા છે. જે અંગે જબલપુર સરપંચને રોડ રસ્તા તાત્કાલિક રીપેર કરવાની જાણ અને પંચાયત દ્વારા ભેદભાવ રખાતા હોવાની ફરિયાદ કરી લતાવાસીઓએ ચોમાસા પૂર્વે યોગ્ય પગલાં ભરવા માંગ કરી છે.
ટંકારા શહેર માનવ મહેરામણ એટલે કે વસ્તીસંખ્યા વધવાથી ચારે કોર ચિતરાય ગયો છે. આ કારણે ટંકારાના પાધર સમા જબલપુરની સિમમાં બાંધકામ કરી સોસાયટી બનવા લાગી પરંતુ તંત્ર દ્વારા હજુ આવી સોસાયટીમાં પ્રાથમિક સુવિધા માટે ધ્યાન નથી આપાતુ ત્યારે રાજધાનીનું રૂપકડું નામ ધરાવતી સોસાયટીના રહિશો રસ્તાની સમસ્યાને લઈ ગળા સુધી પહોંચી ગયા છે. દયાનંદ હોસ્પિટલ પાછળથી પસાર થતા રસ્તાને લઈને લતાવાસીઓએ જબુલપર પંચાયતને રજૂઆત કરી જણાવ્યું છે કે, ચોમાસુ માથે છે ત્યારે વરસાદ થાય પછી ધર સુધી પહોંચી શકાતુ નથી. કિચડ ને ગંદકી નો ઉકેળો થાય છે. પંચાયત દ્વારા ભેદભાવ રાખવામા આવે છે. સમયસર વેરો ભરવા છતા રોડ રસ્તાને લઈ ધ્યાન આપવામાં આવ્યું નથી તો જાત મહેનત જીદા બાદ કરી બાવળ કે નડતર રહીશો એ જાતે દૂર કરવા પડ્યા છે.

- text