મોરબી : પોલીસનાં ગણવેશ સાથે મેળેલી થેલી યુવાને જમા કરાવી

- text


માનવતા અને જાગૃતતાનો પરચો આપતી ઘટના

મોરબીનાં એક જાગૃત યુવાનને પોલીસનાં ગણવેશ ભરેલી એક થેલી મળેલી હતી જે થેલી યુવાને તાત્કાલિક જિલ્લા પોલીસ કચેરીમાં જમા કરાવી દીધી હતી.
મોરબીનાં અરૂણોદય નગરમાં રહેતા રણમલ દિલીપભાઈ મકવાણા નામનો યુવક જ્યારે ઘરેથી બાઈકમાં શહેર તરફ જઈ રહ્યો હતો ત્યારે તેને પુલના છેડા પાસે એક કપડાં ભરેલી થેલી જોવા મળી હતી. આ થેલીમાં યુવકને બે જોડી પોલીસનાં કપડાં મળી આવતા પોલીસનો ડ્રેસ મોરબી જિલ્લાનાં કોઈ કોન્સ્ટેબલ હોવાનું જણાય આવ્યું. ઉપરાંત પોલીસ ગણવેશમાં નેમ પ્લેટ ણ હોવાથી અને થેલીના નાકા તૂટી ગયા હોવાથી યુવાને કોઈ પોલીસ કોન્સ્ટેબલની થેલી પડી ગયા હોવાનું અનુમાન લગાવ્યું. આટલું જ નહીં પરંતુ રણમલ ભાઈએ તાત્કાલિક મોરબી જિલ્લા પોલીસની કચેરીએ જઈ પોતાને મળેલી થેલી જમા કરાવી હતી. આથી પોલીસે યુવાનની જાગૃતતાને બિરદાવતા સાબાશી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, યુવાન રણમલભાઈની જાગૃતતા અને તત્પરતાથી પોલીસનાં ગણવેશનો દૂરપયોગ પણ બચ્યો હતો.

- text

- text