મોરબી : પથદર્શક – ૨૦૧૭ કારકિર્દી સેમિનારનું આયોજન

મોરબી : ધોરણ ૧૦ પછી શું? બોર્ડની પરિક્ષાનાં પરિણામ બાદ વિદ્યાર્થીઓને મુંજવતા પ્રશ્નોનાં નિરાકરણ માટે મોરબીમાં ઈન્ડિયન લાયન્સ ક્લબ અને સાર્થક વિદ્યામંદિરનાં સંયુક્ત ઉપક્રમે ‘પથદર્શક – ૨૦૧૭’ કારકિર્દી માર્ગદર્શન ફ્રી સેમિનારનું આયોજન તા.૨૭ મેનાં રોજ રાત્રે ૭.૩૦ થી ૧૦.૩૦ વાગ્યા દરમિયાન સાર્થક વિદ્યામંદિર, મોરબી-૨ ખાતે ⁠⁠⁠⁠કરવામાં આવ્યું છે. આ સેમિનારમાં વિયાર્થીઓને ધોરણ ૧૦ પછી શું કરવું, ક્યાં ક્ષેત્રમાં જવું તે વિષયક માહિતી અપાશે. કારકિર્દીલક્ષી ઉપયોગી ફ્રી સેમિનારમાં આયોજક ઈન્ડિયન લાયન્સ ક્લબ અને સાર્થક વિદ્યામંદિર દ્વારા ધોરણ ૧૦ બોર્ડની પરિક્ષા આપેલા સૌ વિદ્યાર્થીમિત્રોને પધારવા આમત્રંણ આપવામાં આવ્યું છે.